Western Times News

Gujarati News

બાળકો સાથે કનેક્ટ થવા વાતના વિષયો બદલો

મેઈલ-ટિ્‌વટર, ઓનલાઈન શોપિંગ, ડિજિટલ માર્કેટિંગ અંગે ચર્ચા કરો અનેબાળકને જેમાં વધારે ખબર હોય એમાં વધારે રસ લો

આજે બાળક બહુધા કામથી વધુ વાત કરતું નથી. દિવસે દિવસે પેરન્ટ્‌સ સાથેના સંવાદ ટૂંકા થતા જાય છે. જયાં કમ્યુનિકેશન છે ત્યાં પણ ફરિયાદ છે કે પેરન્ટ્‌સ હંમેશા એડવાઈઝ આપે છે, ભુલો શોધે છે. ભણવામાં કે અન્ય ફિલ્ડમાં સકસેસ જવામાટે પ્રેશર કરે છે. એજયુકેશનની વાત માર્કસ અને ટકાવારી પર અંત પામે છે.

પેરન્ટ્‌સ મોટાભાગે એમની અને એમના સમયની વાત કરતાં હોવાથી બાળકો કંટાળે છે તેથી જરૂરી છે કે પેરન્ટસ બાળક સાથે એમના રસના વિષયો પર વાત કરે, એમની પાસે જાણવાનો પ્રયત્ન કરે ને એેમને સ્પેશિયલ ફીલ કરાવે.

આજનાં બાળકોને સૌથી વધારે રસ ટેકનોલોજીમાં છે અને આજેય અનેક પેરન્ટસને ઈ-મેઈલ કરતાં નથી આવડતો. જાેકે ટેકનોલોજી એટલે સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ નથી. તમે અન્ય ગેજેટ્‌સ વિશે પણ વાત કરી શકો. બાળકો રીલ્સ બનાવે, વીડિયો શૂટ કરે. ફોટા એડિટ કરે તો શાંતિથી જુઓ. સારી બાબતને વખાણો અને આ બધું કઈ રીતે થાય એ પૂછો.

તમારી પાસે વોટ્‌સએપ પર આ અંગેના કોઈ અપડેટ્‌સ આવ્યા હોય તો એમને શેર કરો. ફોટા વગેરે એડિટ કરીને એમના અભિપ્રાય માંગો. મેઈલ- ટિ્‌વટર, ઓનલાઈન શોપિંગ, ડિજિટલ માર્કેટિંગ અંગે ચર્ચા કરો અને બાળકોને જેમાં વધારે ખબર હોય એમાં વધારે રસ લો. એમનો ઈગો સંતોષાશે અને હોંશે હોંશે વાત કરશે. સાથે થોડી હસી મજાક કરી લો કવોલિટી ટાઈમ પસાર થશે. મા પણ ચાન્સ જાેઈને તેઓ એમના મનની વાત વ્યકત કરી દે.

બાળકો માટે ફેશન પણ હોટ સબ્જેકટ છેે. ફેશન એટલે માત્ર કલોપિંગ નહી એકસેસરીઝ અને ગેજેટસ પણ. તમે એમની સાથે બેસ્ટ બ્રાન્ડ પ્રાઈસ લેટેસ્ટ ટ્રેન્ડ વગેરેની ચર્ચા કરો. શોપિંગ કરતાં પહેલાં એમની સલાહ લો. પ્લસ- માઈનસ પૂછો.
બાળકોને સ્પોર્ટસ પણ એટલું જ ગમે છે. એમને કઈ સ્પોર્ટસ ગમે છે, એમના ફેવરિટ સ્પોર્ટસમેન વુમન કોણ છે?

એની વાતો કરો. એની બારીકાઈ સમજાે. એમને એક્ટિવ સ્પોર્ટસમાં જાેડો. તમને ગમતી રમતી વાત કરો. એમની સાથે બેન્ડમિન્ટન ટેનિસ વગેરે રમો. આજકાલ તો ઓનલાઈન ગેમ્સ બાળકો રમે છે એમાં તમે પણ જાેડાઈ શકો. સાથે ટીવી પર સ્પોર્ટ્‌સ ચેનલ જુઓ.

એમની સાથે એમના જેવા થઈને હસો. બાળકને લાગશે કે મારા પેરન્ટ્‌સ જુનવાણી નથી. એડવાન્સ છે એમને ઘણી બાબતની સમજ છે. એવી અનેક મમ્મીઓ જાેઈ છે કે જેઓ એમના બાળકો સાથે કલાકો સુધી ગપ્પાં મારી શકે છે. પણ એમની વાતમાં વિષયો અને રીત એવી હોય છે કે એમને કહેવું નથી પડતું કે ‘મમ્મી, તને ખબર નહી પડે, તું રહેવા દે.’

એવા પણ અનેક પેરન્ટસ જાેયા છે કે જેઓ માત્ર એમનાં બાળકો સાથે જ નહી, પરંતુ મિત્રો સાથે પણ કનેકટ થાય છે, કારણ કે તઓ માત્ર સ્ટડીની વાત નથી કરતા. અગર સ્ટડીની વાત કરી છે તો તમે એમને નવા નવા કોર્સ અંગે પૂછો. ફોરેનની એજયુકેશન સિસ્ટમ- યુનિવર્સિટીઝ વગેરે અંગે ચર્ચા કરો. ટ્રેન્ડમાં હોય એવી ડિગ્રી અને પોસિબિલિટીઝ વિશે જાણી શકાય. એમના ઓપિનિયન સમજાે અને પછી તમારા આપો.

પણ હા, અમારા વખતે તો આમ હતું એવા તકિયાકલમ નહી ઉચ્ચારો. સ્ટડીની વાત કરતાં તમે એમને જ કરશો તો નહી ગમે. ઈનડાયરેકટલી મોટિવેટ કરી શકાય, પરંતુ ટીકા તો નહીં જ. એક રેપો ઉભો થયા પછી બાળકો ખુદ તમારી સાથે એમના મનને ચોર્યા વિના ખુલ્લું મુકશે.

સમયની સાથે વાતના વિષયો બદલવાથી કનેકશન વધારે મજબુત બનશે. જાેકે, આ ચર્ચામાં પેરન્ટ્‌સ પોતે જ સાચા છે અથવા તો એમના સમયની જ વાત સાચી છે એ બાબતને વળગી રહેશે તો ચર્ચા ઉગ્ર ઝઘડામાં બદલાઈ શકે. અહી એકબીજાના વિચારો જાણીને એને સમજવાના છે, આ કોઈ વાકયુદ્ધ નથી, પરંતુ બંને જનરેશનને એકબીજાના દૃષ્ટિબંદુ સમજી એકબીજા પાસે શીખવાનું સ્વીકારવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.