બાળક તરફડિયાં મારતું રહ્યું અને મા તેના મરવાની રાહ જોતી રહી

પ્રતિકાત્મક
લાતુર, મહારાષ્ટ્રના લાતુરમાં એક ન માની શકાય એવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા કુમાતા બનતાં પોતાના ૨ વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો હતો. બાળક ભારે તરફડિયાં મારતો હતો અને માતા ત્યાં જ ઊભી રહીને તેને ડૂબતો જાેઈ રહી હતી.
જ્યારે તેને વિશ્વાસ થયો કે બાળક મરી ગયું છે ત્યારે ત્યાંથી દૂર ગઈ હતી.પોલીસ-ઈન્સ્પેક્ટર બી.આર. શેજાલે જણાવ્યું હતું કે માયા પાંચાલ (૨૫) પર પતિ વેંકટ પાંચાલે પુત્ર સંપતની હત્યાનો આરોપ લગાવ્યો છે. માયાની ધરપકડ કરવામાં આવી છે અને તેને પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.
પોલીસના જણાવ્યા મુજબ, વેંકટ પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે અને સોમવારે તે કોઈ કામથી બહાર ગયો હતો. પરત ફર્યો ત્યારે તેને પત્નીને પોતાના પુત્ર વિશે પૂછ્યું. જે અંગે મહિલાએ કહ્યું કે તેને પોતાના બાળકને કૂવામાં ફેંકી દીધું છે.
મહિલાનો આવો જવાબ સાંભળીને વેંકટના માથા પર જાણે વીજળી ત્રાટકી હોય એમ દિગમૂઢ થઈ ગયો. એ બાદ ભાનમાં આવતાં તેણે આ અંગે પોલીસને ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું હતું કે મહિલાની હાલતને જાેતાં એવું લાગી રહ્યું છે કે તેની માનસિક હાલત સારી નથી. પુત્રની હત્યા પછી તે ઘણે મોડે સુધી કૂવાની પાસે જ બેઠી રહી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, વેંકટ અને માયા વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા. પોલીસનું એવું માનવું છે કે હત્યા પાછળ બંને વચ્ચેના ઝઘડા પણ એક કારણ હોઈ શકે છે. ઘટનાના ૮ દિવસ પહેલાં જ બંને વચ્ચે મારામારી થઈ હતી. બંનેના લગ્ન પાંચ વર્ષ પહેલાં જ થયાં હતાં અને બંનેનું એક જ બાળક હતું.HS