બાળક સાથે દુષ્કર્મના કેસમાં ૧૦ વર્ષની કેદની સજા
અમદાવાદ, શાહપુર શંકરભુવન નજીકથી પોણા ચાર વર્ષના બાળકને રિવરફ્રન્ટ લઇ જઇ તેની સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદનીસજા ફટકારી છે. આ કેસની વિગત એવી છે કે ૧૩-૧૦-૨૦૧૭ના રોજ શંકરભુવન સામેના અદ્વૈત આશ્રમથી બાળકને લાલચ આપી આરોપી પરષોત્તમ શામજીભાઇ પરમાર રિવરફ્રન્ટ લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
ઘરે આવી બાળકે આ બનાવની જાણ પરિવારને કરી હતી અને ત્યારબાદ ગુનો નોંધાયો હતો. કોર્ટે તમામ પક્ષોને સાંભળી નોંધ્યું છે કે આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલાં પુરાવાઓ અને સાક્ષીઓ છે. તેથી સમજમાં દાખલો બેસાડવા આરોપીને કડક સજા થવી જરૃરી છે.HS