બાળાસાહેબ ઠાકરેના કારણે ઉદ્ધવ ઠાકરેને સત્તા મળીઃ નવનીત રાણા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/navneet-rana-scaled.jpg)
મુંબઇ, રાણા દંપતીની મુંબઈ પોલીસે ૨૩ એપ્રિલે ધરપકડ કરી હતી. બંને નેતાઓએ મુખ્યમંત્રીના ખાનગી આવાસ ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ વિવાદ થયો હતો. અમરાવતીના સાંસદ નવનીત રાણાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી યથાવત છે. હવે તેણે ઠાકરેની સરખામણી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે કરી છે.
રાણાએ કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરેને તેમના પિતા બાળાસાહેબ ઠાકરેના કારણે સત્તા મળી છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ પાસેથી શાસન ચલાવતા શીખવું જાેઈએ. તેણીએ કહ્યું હતું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે જેલમાં ગેરવર્તણૂકનો મુદ્દો ઉઠાવશે.
તેણીએ કહ્યું, ‘હું દિલ્હી જઈશ. લોકઅપથી જેલ સુધી મારી સાથે શું થયું, તેઓએ મારા સ્વાસ્થ્યના પ્રશ્નોને કેવી રીતે અવગણ્યા… હું મહારાષ્ટ્રમાં જેલમાં જનાર પ્રથમ મહિલા પ્રતિનિધિ કેવી રીતે બની તે અંગેની તમામ વિગતો હું શેર કરીશ.
મારી અને મારા પતિ સાથે જે કંઈ થયું તે અન્યાય હતો. રાણાએ એમ પણ કહ્યું કે શિવસેના પ્રમુખે અન્ય લોકોને ઉપદેશ ન આપવો જાેઈએ જ્યારે તેમણે પોતે સત્તા માટે ભાજપની પીઠમાં છરો માર્યો હતો.HS