બાવન વિભાગના કહોડા ગામે શ્રી લિબચ માતાના રથનુ સ્વાગત કરવામાં આવ્યુ
પાટણ વાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ આજ રોજ ઊઝા તાલુકાના કોહોડા ગામે આવતા કહોડા ગામના નાયી સમાજ ના ભાઈઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓ ને સામૈયુ કરવામાં આવ્યુ હતું અને માતાજીની આરતી ઉતારી હતી
રથ સાથે આવેલ સમાજના આગેવાનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ૧૧૦૦૦ નુ દાન આપવામાં આવ્યુ હતું આ પ્રસંગે પાટણ વાડા પરગણા નાયી સમાજ ના આગેવાનો શર્મા રમેશભાઈ (ચડાસણા) નાયી હર્ષદભાઈ નાયી દિનેશભાઈ ભુવાજી (ભુતિયાવાસણા) નાયી જયંતીભાઈ નાયી રમેશભાઈ ( કોટાવડ) તેમજ નાયી સમાજના દરેક વિભાગોના અને મંડળોના પ્રમુખ શ્રીઓ અને મંત્રી શ્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે કહોડા ગામના નાયી સમાજ ના ભાઈઓ ઉપસ્થિત રહી સુદર આયોજન કર્યું હતું