બાવળા બી.આર.સી. ભવન અને તાલુકા પ્રાથમિક સંઘ દ્વારા ૩૦૦ બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી
અમદાવાદ, પ્રકાશપર્વ દિવાળી સૌના માટે પ્રકાશિત બને એવા સંકલ્પ સાથે માતા કે પિતા કે બંનેની છત્રછાયા ગુમાવી દીધેલ પ્રભુવત્સલ બાળકો અને દિવ્યાંગ બાળકો માટે “વાત્સલ્યનું ઝરણું” મંત્ર સાથે બી.આર.સી.ભવન-બાવળા અને બાવળા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા છેલ્લા ચાર વર્ષથી દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ વિતરણ કરવામાં આવે છે.
બાવળા તાલુકાના ૩૦૦ બાળકોના પરિવાર સુધી પહોંચવાનો એક પ્રયત્ન તાલુકાની શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોના આર્થિક અને પ્રેરણાત્મક સહયોગથી કરવામાં આવ્યો અને તેમને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..સમાજજીવનમાં આપણા આ પ્રકાશ પર્વની સાચી ઉજવણી માત્ર નિજ દ્રારે જ દિપ પ્રગટે એ નહિ પરંતુ દરેક ઘરે પ્રકાશનુ પ્રતિક એવા દિપનું પ્રાગટ્ય થાય એજ સાચી દિવાળી એજ સાચું પ્રકાશ પર્વ છે.
આ સેવા યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર લક્ષ્મણભાઈ ભૂનોત્તર (બીઆરસી કોઓર્ડિનેટર), લાલુભાઈ ડયા (પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), અજીતભાઈ રાઠોડ(મહામંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), અરવિંદભાઈ પ્રજાપતિ (જીલ્લા પ્રતિનિધિ), નરેન્દ્રભાઈ ઝાલા (કારોબારી સભ્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ), ગીરીશભાઈ મકવાણા (કારોબારી સભ્ય અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), મોહનભાઇ સોનારા(કારોબારી સભ્ય અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), વિષ્ણુભાઈ ઠાકોર (તાલુકા માસ્તર) જયેશભાઈ વાઘેલા વગેરેની પ્રેરક ઉપસ્થિતિથી પ્રભુવત્સલ અને દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. – મનીષા પ્રધાન