બાહુબલિની દેવસેના ‘ઘાટી’માં બનશે લેડી ‘પુષ્પા’
અનુષ્કા શેટ્ટીની આગામી ફિલ્મ પાન ઈન્ડિયા રિલીઝ થશે
બાહુબલિમાં દેવસેનાનો યાદગાર રોલ કરનારી અનુષ્કા શેટ્ટીની પાન ઈન્ડિયા ફિલ્મનું એલાન થયું છે
મુંબઈ,બાહુબલિમાં દેવસેનાનો યાદગાર રોલ કરનારી અનુષ્કા શેટ્ટીની પાન ઈન્ડિયા ફિલ્મનું એલાન થયું છે. અનુષ્કાના ૪૩મા જન્મદિને ‘ઘાટી’ની ઝલક શેર કરવામાં આવી હતી. જેમાં અનુષ્કા શેટ્ટીના ચહેરા પર ગુસ્સો, હાથમાં ચલમ અને આસપાસ લાશોના ઢગલા જોવા મળે છે. અનુષ્કાએ આ ફિલ્મમાં ખૂંખાર ડોનનો રોલ કર્યાે છે. ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનની જેમ ‘ઘાટી’માં અનુષ્કા શેટ્ટીને જંગલના માફિયા ડોન તરીકે રજૂ કરવામાં આવી છે. હિન્દી ફિલ્મોમાં એક્શન ક્વીન તરીકે દીપિકા પાદુકોણનો સિક્કો જામી રહ્યો છે ત્યારે સાઉથમાંથી અનુષ્કા શેટ્ટીએ ખૂંખાર ડોન બનવા કમર કસી છે.
એક્ટરના ખૂંખાર અવતારને રજૂ કરતી ‘ઘાટી’નું ડાયરેક્શન ક્રિશ જગરલામુડીએ કર્યું છે. મેકર્સે શેર કરેલા ટીઝરમાં તેને ખૂંખાર અને ઘાતકી ગણાવવામાં આવી છે. આ ફિલ્મને હિન્દી ઉપરાંત તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરાશે. ‘ઘાટી’નું બેકગ્રાઉન્ડ રૂરલ છે. પહાડીઓથી ઘેરાયેલા વિસ્તારમાં અનુષ્કાનું રાજ ચાલે છે.તેણે સાડી સાથે પરંપરાગત આભૂષણો પહેરેલા છે અને કાંડા પર ટેટૂ છે. જેને જોતાં જંગલ વિસ્તારમાં આ ફિલ્મ બની હોય તેમ જણાય છે. તે બસમાં બેઠેલા માણસનું ગળું કાપી નાખે છે, જેને જોતાં ‘બાહુબલિ’ અને ‘રુદ્રમાદેવી’ની અનુષ્કા યાદ આવી જાય છે. ઠંડા કલેજે હત્યા બાદ તે પોતાની ઝૂંપડી તરફ પાછી ફરે છે અને તેના હાથમાં કપાયેલું માથું છે.
આ સમયે તે ચલમ સળગાવે છે. ફિલ્મમાં ક્રાઈમ અને નાર્કાેટિક્સની સાથે જંગલ વિસ્તારના માફિયારાજની સ્ટોરી હોય તેમ જણાય છે. આ ફિલ્મમાં એક મહિલાને એટલે કે અનુષ્કાને ગુનાખોરીથી પીડિત મહિલામાંથી માસ્ટરમાઈન્ડ ક્રિમિનલ બનતી બતાવવામાં આવી છે. ગાંજા જેવા માદક પદાર્થની તસ્કરી સાથે તે સંકળાયેલી છે અને તેને ‘ઘાટી’ની રાણી તરીકે ઓળખવામાં આવે છે. અનુષ્કા શેટ્ટીની છેલ્લી ફિલ્મ ‘મિસ્ટર પોલીશેટ્ટી’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. આ રોમેન્ટિક કોમેડીને પાન ઈન્ડિયા રિલીઝ કરાઈ ન હતી, પરંતુ અનુષ્કાની આગામી ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવાનું આયોજન છે. તેની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી.ss1