Western Times News

Gujarati News

‘બાહુબલિ ૩’ નું આયોજન થઈ રહ્યું છે:જ્ઞાનાવેલ રાજા

પ્રભાસ સાથે બાહુબલિ બનાવવાનું પ્રોડ્યુસર જ્ઞાનવેલ રાજાનું આયોજન

‘બાહુબલિ’ની બંને ફિલ્મોએ આગળ જતાં ‘પુષ્પા’, ‘આરઆરઆર’, ‘કેજીએફ’ અને ‘કંતારા’ જેવી ફિલ્મો માટે નવો રસ્તો ખોલી આપ્યો હતો

‘બાહુબલિ ૩’ આવશે તે નક્કી, પણ રાહ જોવી પડશે

મુંબઈ,ડિરેક્ટર એસ એસ રાજામૌલિની ‘બાહુબલિ ૧’ અને ‘બાહુબલિ ૨’ ળેન્ટાઇઝીની ફિલ્મો ૨૦૧૫માં અને ૨૦૧૭માં રિલીઝ થઈ ત્યારે બંને ફિલ્મો એટલી સફળ થઈ હતી કે જાણે ભારતીય સિનેમામાં ક્રાંતિ આવી ગઈ હતી અને ફિલ્મ દર્શકોનો મોટો વર્ગ સાઉથની ફિલ્મો તરફ વળ્યો હતો. આ ફિલ્મોની સફળતા પછી સાઉથની ફિલ્મો સમગ્ર ભારતમાં રિલીઝ થવાની શરૂ થઈ હતી. ‘બાહુબલિ’ની બંને ફિલ્મોએ આગળ જતાં ‘પુષ્પા’, ‘આરઆરઆર’, ‘કેજીએફ’ અને ‘કંતારા’ જેવી ફિલ્મો માટે નવો રસ્તો ખોલી આપ્યો હતો.

હવે આ ળેન્ચાઇઝી અંગે માહિષ્મતિ રાજ્યમાંથી એક નવી અપડેટ આવી છે, જે મુજબ આ ળેન્ચાઇઝીની ફિલ્મોના પ્રોડ્યુસર કેઈ જ્ઞાનાવેલ રાજાએ જાહેર કર્યું છે કે ‘બાહુબલિ ૩’ બનશે.તેમણે કહ્યું કે ફિલ્મનું આયોજન થઈ રહ્યું છે અને ટીમ હાલ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. તેમણે પહેલી બે ફિલ્મો એક પછી એક તરત જ રિલીઝ કરી હોવાથી હવે તેઓ ત્રીજા ભાગ માટે વધુ રાહ જોવા માગે છે. તેમણે આગળ કહ્યું કે ટીમ આ ફિલ્મ માટે પુરતો સમય લેવા માગે છે, જેથી દર્શકો ફિલ્મ સાથે જોડાઈ શકે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની સિક્વલ હજુ બે ફિલ્મો પછી રિલીઝ થશે.

ત્યાર બાદ ‘સાલાર ૧’ અને ‘સાલાર ૨’ વચ્ચે પણ અંતર રાખવામાં આવશે. આ જ પ્રકારનું વલણ ‘સિંઘમ’ જેવી સફળ ફિલ્મોની સિરીઝમાં પણ જોઈ શકાય છે. પહેલાં દર્શકો સાથે ફિલ્મ મેકર્સને પણ બાહુબલિ ળેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ અંગે શંકાઓ હતી. ૨૦૧૭માં જ્યારે બીજો ભાગ આવ્યો ત્યારે જ ફિલ્મના લેખક વિજયેન્દ્ર પ્રસાદ અને પ્રભાસ બંનેએ એવો સંકેત આપ્યો હતો કે બાહુબલિની વાર્તાનો અંત આવી ગયો છે. સાથે જ આ ફિલ્મના પાત્રોની કોમિકબૂક અને ટીવી સિરીઝ ચોક્કસ આવી હતી. જોકે, પ્રોડ્યુસરની જાહેરાતથી દર્શકોને હવે બાહુબલિને ફરી એક વખત મોટા પડદે જોવાની આશા જાગી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.