બાહુબલીના ભલ્લાલદેવે મંડપમાં લિપલૉક કર્યું
મુંબઈ, બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબતીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રાણા દગ્ગુબાટી પોતાની પત્ની મીહિકા બજાજની સાથે લગ્નના મંડપ બેઠો છે. બંનેના લગ્નનો વીડિયો રોમેન્ટિક છે. બંને ખૂબ જ સુંદર આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે અને માહોલ પણ ખૂબ જ ઉત્સાહભર્યો છે. પણ આ વીડિયોનું વાયરલ થવાનું કારણ કઈ બીજુ જ છે.
આ વીડિયોમાં એક મોમેંટ એવો પણ આવે છે. જેમાં રાણા દગ્ગુબાટી પોતાની પત્ની મીહિકાને બજાજને કિસ કરતો નજર આવે છે. લગ્ન મંડપમાં બંનેને લિપલૉક કરતો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને મીહિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો અને પોતાના લગ્નની થોડી તસ્વીરો દુનિયા સામે મુકી.
રાણાએ પોતાના પરિવાર સામે જ મીહિકાને મંગળસૂત્ર પહેરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ફિલ્મ બાહુબલી બાદ રાણા દગ્ગુબાટી લોકપ્રિય થયો હતો. આ ફિલ્મમાં રાણાએ ભલ્લાલદેવનું કેરેક્ટર પ્લે કર્યું હતું. ફિલ્મ માટે રાણા દગ્ગબાટીએ પોતાના મજબૂત મસલ્સ બનાવ્યા હતા અને ફિલ્મમાં એક્ટ પ્રભાસ સામે ટક્કર લેતો જાેવા મળે છે. ફિલ્મ એટલી હદે લોકપ્રિય થઇ હતી કે તેનો બીજાે ભાગ પણ બનાવવામાં આવ્યો હતો. જેને પણ લોકોએ પસંદ કર્યો હતો.SSS