બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ મિહિકા બજાજ સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા

હૈદરાબાદ, ‘બાહુબલી’ ફૅમ ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબતીએ મિહિકા બજાજ સાથે આઠ ઓગસ્ટના રોજ હૈદરાબાદના રામાનાયડુ સ્ટૂડિયોમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો, ખાસ સંબંધીઓ, મિત્રો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાંક લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમાંથા, નાગા ચૈતન્ય, રામ ચરણ તથા અલુ અર્જુન આ લગ્નમાં સામેલ થયા હતા. રામ ચરણે ઈન્સ્ટાગ્રામમાં રાણાને લગ્નને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું, ‘ફાઈનલી મારા હલ્ક (રાણાને પ્રેમથી આ નામથી બોલાવે છે)એ લગ્ન કરી લીધા. રાણા તથા મહિકાને લગ્નની શુભેચ્છા.’
લગ્ન દરમિયાન કોવિડ ૧૯ના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને લગ્ન સ્થળ પર સેનિટાઈઝરના સ્ટેન્ડ તથા ડિસઈન્ફેક્ટેન્ટ ટનલ પણ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં ૩૦થી પણ ઓછા લોકો સામેલ થયા હતા અને તમામ લોકોનો પહેલાં કોવિડ ૧૯નો ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. લગ્ન પહેલા મહેંદી, પેલિકોડુકૂ, ગણેશ પૂજન તથા માતા કી ચૌકી જેવા પ્રી વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યાં હતાં. રાણા તથા મિહિકાની મે મહિનામાં રોકા સેરેમની યોજાઈ હતી. જૂનમાં લગ્ન પત્રિકાની વહેંચણી કરવામાં આવી હતી.
રાણા દગ્ગુબતી સાઉથ ઈન્ડિયન સિનેમા તથા બોલિવૂડનો જાણીતો એક્ટર છે. તેની પત્ન મિહિકાએ ડ્યૂ ડ્રોપ ડિઝઆઈન સ્ટૂડિયો નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીની શરૂઆત કરી છે. આ ઉપરાંત મિહિકા જાણીતા ઓનલાઈન ઈન્ટીરિયર તથા આર્કિટેક્ટ મેગેઝીનમાં આર્ટિકલ પણ લખે છે. મિહિકાની માતા બંટી બજાજનો જ્વેલરી સ્ટોર છે. જ્વેલરી બિઝનેસમાં તેમનું મોટું નામ છે.