Western Times News

Gujarati News

“બા” નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, સમસ્ત પાટીદાર સમાજ, કોરોના સેવા હેલ્થ કેમ્પ યોજાયો

“બા” નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાની કોરોના કંટ્રોલ માટે પ્રશંસનીય સેવાઓ…
“બા” નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજના સહયોગ થી  યુની. રોડ પરના રહીશો માટે આરોગ્ય કેમ્પ યોજી સાથે દરેકને ફ્રી  માસ્ક, સેનીટાઈઝર, કૉરોના સામે ઇમ્યુનીટી બુસ્ટર યુએસએ થી મંગાવેલ મલ્ટીવીટામીન ટેબલેટ, અને કોવીડ માટે મેડીકેટેડ  મીથીલીન બ્લુ સોલ્યુશન નુ ફ્રી વિતરણ કરવામાં આવ્યુ,

આ કેમ્પમા વર્ષોના અનુભવી અને કોરોના નિષ્ણાત ડૉ. અશોક ભટ્ટ સાહેબ અને ડો ગોવિંદભાઈ ભાલાળા સાહેબે સેવાઑ આપી હતી, આ કેમ્પ પરીમલ સોસાયટી, કૉમન પ્લોટ હનુમાન મંદિર, યુનિ.રોડ, ખાતે સંસ્થાના કોરોના કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ યોજાયેલ હતો જેમા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે રીતે સોસીયલ ડિસ્ટન્સ રાખી સરસ આયોજન કરેલ હતુ કેમ્પમાં આવેલ 470 લોકોને કોરોના પ્રોટેકટીવ કીટ કે જેની કિંમત રૂ. 680/- છે.

તે બિલકુલ ફ્રી આપેલ અને કોરોના સંક્રમણ ન ફેલાય, કેવી તકેદારી રાખવી, ખોટી અફવાઓથી બચવુ, વેકશીન લેવુ, આ મહામારીમા કેમ એકબીજાને ઉપયોગી થવુ આ બાબતે બધાને સમજાવવામાં આવેલ આ અતી ઉપયોગી કીટોનું વિતરણ મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ડો.વી.એન.પટેલ, મનુભાઈ મેરજા,  દર્શનાબેન પટેલ, ડો. અશોક ભટ્ટ, ડો.ગોવિંદ  ભાલાળા, નિનાબેન વજીર, મનાલી વજીર ના શુભહસ્તે કરવામાં આવેલ હતું.

આ સંસ્થાના પ્રી-લીસ્ટેડ 144  જરૂરીયાતમંદ અતી ગરીબ લોકોને 1250 રૂપીયાની રાશન કીટનું વિતરણ લાભાર્થીઓને તેમના ધેર જઇ કીટ વિતરણ કરવામા આવેલ હતુ. આ સેવાકાર્યમાં કોઈ સજ્જન પોતાનો સહયોગ/ દાન આપવા માંગતા હોય તો સ્વીકાર્ય છે.

તદ્દન અનોખી રીતે “બા” નુ ઘર વૃધ્ધાશ્રમ સંસ્થા, માનવ કલ્યાણ મંડળ-ગુજરાત અને સમસ્ત પાટીદાર સમાજના આર્થિક સહયોગથી રાજકોટમા  “હેલ્થ અવેરનેસ કેમ્પ” અલગ અલગ જગ્યાએ યોજવામા આવશે, આપ પણ આવા કેમ્પ યોજવા માંગતા હોઇ કે કેમ્પનાં સ્પોન્સર થઈ આ કોરીના મહામારીમાથી બચવા લોકોને મદદરૂપ થવા ઈચ્છતા હોય તો સંપર્ક કરશો.

આવા કપરા કાળમાં માનવ સેવા એજ જીવન-મંત્ર ગણી સંસ્થાના ટ્રસ્ટીઓ, આયોજકો, દાતાઓ અને સ્વયંસેવકોએ આખા સમાજને સાચી અને જરૂરી સેવાનો નવો રાહ ચીંધ્યો છે. આ સેવાકાર્યમા સંસ્થાના ચેરમેન, મુકેશભાઇ મેરજા, પ્રમુખ, ગીતાબેન પટેલ, મહામંત્રી, વિભાબેન મેરજા, પરીમલના પ્રમુખ, ડો.વી.એન.પટેલ, મનુભાઈ મેરજા,

દર્શનાબેન પટેલ, ડો. અશોક ભટ્ટ, ડો.ગોવિંદ  ભાલાળા, મનીષાબેન, નિશિતાબેન, પારુલબેન,  મીરાબેન અને દીનેશભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થીત લોકોએ સંસ્થાના આ સેવાકાર્યને બિરદાવેલ, વધુ માહિતી માટે સંસ્થાનાં ચેરમેન શ્રી મુકેશભાઇ મેરજા, 9426737273, સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, 9429166766 નો સંપર્ક કરવો. માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.