બિંગ બોસ ૧૪ની કંટેસ્ટેટ સોનાલી ફોગાટના ધરે ચોરી

નવીદિલ્હી: બિગ બોસ ૧૪ની ંકંટેસ્ટેટ અને ભાજપ નેતા સોનાલી ફોગાટના ઘરમાં ચોરી થઇ છે જેમાં તેમના લાખોની સામગ્રી કાઢી લેવામાં આવી કહેવામાં આવી રહ્યું છે કે ચોર તાળુ તોડીને ઘરમાં ધુસ્યા અને લાખો રૂપિયા રોકડા,ઝવેરાત લાઇસેંસી રિવોલ્વર વગેરે સાથે લઇ ગયા
સોનાલી ફોગાટે ચોરીની માહિતી પોલીસને આપી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફિંગર એકસપર્ટ ટીમને પણ સાથે લાગી હતી મામલાની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ લોકોની પુછપરછ કરી રહી છે.
સોનાલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ૯ ફેબ્રુઆરીએ હિસારેના પોતાના ઘરમં તાળુ લગાવી ચંડીગઢ થઇ હતી જયારે તે પાછા ફરી તો તેણે જાેયું કે તેના ઘરનું તાળુ તુટેલુ હતું તેમણે કહ્યું કે તાળુ તુટેલું જાેઇએ તે આશ્ચર્યમાં પડી ગઇ અને જયારે અંદર જઇને જાેયું તો તેના લાખોની સામગ્રી ગુમ હતી
તેણે કહ્યું કે ચોર સોના ચાંદીના વાસણો રોકડ ઘડિયાળ લાઇસેંસી રિવોલ્વર જેમાં આઠ ગોળીઓ લોડ હતી તે લઇ ગયા આ સાથે તેણે કહ્યું કે તે ઘકનો બાકીનો સામાન ચેક કરી યાદી બનાવી તે વસ્તુઓની બાબતમાં બતાવશે જેને ચોર લઇ ગયા છે સોનાલી ફોગાટે કહ્યું કે ઘરમાં સીસીટીવી કેમરા લાગલ છે પરંતુ ચોર તેની ડીવીડી પણ સાથે લઇ ગયા છે.