બિકાયી સાથે અમદાવાદનાં નાનાં ધંધાદારીઓએ 10 ગણી વૃદ્ધિ કરી
સોશિયલ ઇ-કોમર્સ કંપનીનો ઉદ્દેશ આગામી એક વર્ષમાં અમદાવાદમાંથી 1 લાખ વેપારીઓને બોર્ડ પર લેવાનો છે ~
કોવિડ મહામારીના છેલ્લા 20 મહિનામાં ઓનલાઇન મોબાઇલ ઇ-કોમર્સને જબરદસ્ત સફળતા પ્રાપ્ત થવાથી બ્રિક-એન્ડ-મોર્ટાર વ્યવસાયોને મોટો ફટકો પડ્યો છે. સોશિયલ મીડિયા સાથે ઇકોમર્સનું સંકલન લાભદાયક પુરવાર થયું છે. એનાથી ગ્રાહકોને ઇકોમર્સ પ્લેટફોર્મ પર સામાન્ય રીતે જોવા ન મળતાં ઉત્પાદનો જોવા મળ્યાં છે. વળી એનાથી નાનાં વ્યવસાયોને ડિજિટલ માધ્યમો થકી વ્યવસાયને વધારવા પ્રોત્સાહન મળ્યું છે અને ઉદ્યોગસાહસિકો ઊભા થયા છે.
ભારતની અગ્રણી ઇકોમર્સ અનેબલ બિકાયી વ્યવસાયોને વૃદ્ધિ કરવા ડિજિટલ સ્ટોરફ્રન્ટ અને વ્યવસાયિક સુવિધાઓ તથા ટૂલ્સ પ્રદાન કરે છે. જ્યારે મોટી ઇ-કોમર્સ કંપનીઓ પર નાનાં વેપારીઓના ભોગે પોતાના ઉત્પાદનો આગળ વધારી રહ્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે,
ત્યારે સ્વદેશી ઇ-કોમર્સ કંપની બિકાયીએ એના વેપારીઓને તહેવારની સિઝનમાં અસાધારણ વૃદ્ધિ કરવામાં મદદ કરી હતી – એના મર્ચન્ટની કુલ મર્ચન્ડાઇઝ વેલ્યુ (જીએમવી) તહેવારની સિઝનમાં છેલ્લાં 45 દિવસ દરમિયાન રૂ. 10 કરોડ થઈ છે. કથિત ગાળામાં બિકાયીના મર્ચન્ટની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે અને અત્યારે 50 લાખ મર્ચન્ટ પ્લેટફોર્મ પર છે.
અમદાવાદમાં નાનાં વ્યવસાયોએ બિકાયીની વૃદ્ધિમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, કારણ કે તેમના વ્યવસાયોમાં છેલ્લાં એક વર્ષમાં 10 ગણો વધારો થયો છે. બિકાયી પર આ એસએમબી ઉદ્યોગસાહસિકોમાંથી મોટા ભાગના 22થી 29 વર્ષની વયજૂથના છે,
જેમાં પગારદાર અને પોતાની રીતે આજીવિકા મેળવતા એમ બંને પ્રકારની વ્યક્તિઓ સામેલ છે, જેઓ પ્રથમ કે બીજી પેઢીના ઉદ્યોગસાહિસકો છે, જેમનો ઉદ્દેશ તેમના પરિવારના વ્યવસાયને ઓનલાઇન લાવવાનો છે.
બિકાયીના સહ-સ્થાપક અને સીઇઓ સોનાક્ષી નાથાનીએ કહ્યું હતું કે, “ગુજરાતીઓ તેમની ઉદ્યોગસાહસિકતા માટે જાણીતા છે. કોવિડ મહામારીના ગાળામાં રોજગારી ગુમાવવા અને પગારમાં કાપ સાથે પગારદાર અને ગૃહિણીઓ એમ બંનેને તેમના વ્યવસાયોને અમારા જેવા પ્લેટફોર્મ દ્વારા એમની કામગીરીનું વિસ્તરણ કરવા પ્રોત્સાહન મળ્યું છે.
અત્યારે વેપારીઓ વિશ્વસનિય પ્લેટફોર્મ પર કામગીરી કરવા આતુર છે, જે તેમને છેવાડાના ગ્રાહક સુધી તેમના ઉત્પાદનો પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે. બિકાયી વ્યવસાય અને વૃદ્ધિ કરવા માટે આતુર કોઈ પણ વ્યક્તિ માટે પસંદગીનું ગો-ટૂ પ્લેટફોર્મ પુરવાર થયું છે.”
બિકાયીએ વેપારીઓને તહેવારની સિઝનના છેલ્લાં બે મહિનામાં તેમની કુલ મર્ચન્ડાઇઝ વેલ્યુ (જીએમવી)માં 40 ટકા વધારો કરવામાં મદદ કરી છે. તેઓ આગામી 1 વર્ષમાં અમદાવાદમાંથી 1 લાખ વેપારીઓને બોર્ડ પર લેવાની અપેક્ષા ધરાવે છે. બિકાયીના પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રોનિક્સ, જનરલ સ્ટોર્સ અને ફેશન અતિ લોકપ્રિય વ્યવસાયો છે.
બિકાયી વ્યવસાયોને પ્રતિબદ્ધ બિઝનેસ કોચ, કેટાલોગ લિસ્ટિંગ, શિપિંગ સુવિધા, પેમેન્ટ જેવી ખાસિયતો પ્રદાન કરે છે તેમજ સિંગલ પ્લેટફોર્મ પર તેમના ઇ-કોમર્સ સ્ટોરનું વ્યવસ્થાપન કરવા ગ્રાહકના અભિગમ પર ઉપયોગી જાણકારી પણ આપે છે.
બિકાયીએ સપ્ટેમ્બર, 2021માં સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયાના નેતૃત્વમાં સીરિઝ-એ ફંડિંગ રાઉન્ડમાં 10.9 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું હતું. અગાઉ ઓગસ્ટ, 2020માં કંપનીએ વાય કોમ્બિનેટરના નેતૃત્વમાં એના સીડ રાઉન્ડના ભાગરૂપે 2 મિલિયન ડોલર ઊભા કર્યા હતા.