બિકિની પહેરી દેવોલીના ભટ્ટાચાર્જીએ બોલ્ડ ડાન્સ કર્યો

મુંબઈ, ટીવીની જાણીતી વહુ દેવોલીના ભટ્ટાચાર્જીએ ૨૨ ઓગસ્ટે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે ‘સાથ નિભાના સાથિયા’ની ગોપી વહુએ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોએ શેર કરી હતી.
નાના પડદા પર સંસ્કારી વહુ તરીકે જાણીતી દેવોલીના અંગત જીવનમાં ઘણી બોલ્ડ અને સ્ટાઈલિશ છે. બર્થ ડે પર દેવોલીના એ ટૂ પીસમાં પોતાની તસ્વીરો અને વિડીયો શેર કર્યો હતો. જેના પર યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વિડીયો શેર કર્યો છે તેમાં તેણે બિકિની પહેરીને ડાન્સ કર્યો છે.
વિડીયોમાં તેને ટૂ પીસ પહેરેલી જાેઈ શકાય છે. તેણે કમર પર એક સ્કાર્ફ બાંધ્યો છે અને મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરતી જાેવા મળે છે. ક્યારેક તે કેમેરા સામે જાેઈને સ્માઈલ આપે છે તો ક્યારેક સિઝલિંગ અદાઓ દેખાડે છે.
View this post on Instagram
ડાન્સ શરૂ કરતા પહેલા તે પોતાના ચાહકોને ફ્લાઈંગ કિસ આપે છે. આ જ બિકિનીમાં તેણે તસ્વીર પણ શેર કરી છે. તેણે તસ્વીર નીચે કેપ્શનમાં લખ્યું છે કે, પ્રત્યેક વર્ષે મારું જીવન વધારે સારૂ થઈ રહ્યું છે. ચીયર્સ ટુ લાઈફ. જ્યારે વિડીયો સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, અંતહીન બનો.
તસ્વીરો અને વિડીયો જાેયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે દેવોલીનાને સંસ્કારો યાદ અપાવ્યા હતા. ઘણા લોકોએ લખ્યું હતું કે ગોપી વહુ સંસ્કારો ભૂલી ગઈ છે. જ્યારે કેટલાક લોકોએ તેના કપડાને લઈને કોમેન્ટ કરી હતી.SSS