Western Times News

Gujarati News

બિગ બજાર જશે રિલાયન્સની ઝોળીમાં ?

Files Photo

બેંગલુરુ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ  કિશોર બિયાણીની કંપની ફ્યૂચર ગ્રુપનો રિટેલ બિઝનેસ ખરીદવાની નજીક પહોંચી ગઈ છે. આ સોદાને લઈને બંને કંપનીઓ વચ્ચે વાતચીત એડવાન્સ્ડ સ્ટેજમાં પહોંચી ચૂકી છે. જાણકારોનું કહેવું છે કે, તેનાથી ગ્રોસરીઝ, ફેશન અને જનરલ મર્કેન્ડાઈઝ જેવી શ્રેણીઓમાં રિલાયન્સનો બિઝનેસ વધુ મજબૂત થશે.

આ સોદા અંતર્ગત બિયાણીની ઓછામાં ઓછી ૩ કંપનીઓ ફ્યૂચર રિટેલ, ફ્યૂચર લાઈફસ્ટાઈલ ફેશન્સ અને ફ્યૂચર સપ્લાય ચેઈન સોલ્યુશનનો વિલય થશે. તે પછી આ સંયુક્ત બિઝનેસ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ટેકઓવર કરશે.

બંને કપંનીઓ વચ્ચે સોદો એડવાન્સ્ડ સ્ટેજમાં પહોંચી ચૂક્યો છે અને ૧૫ જુલાઈએ થનારી એજીએમ પહેલા તેને પૂરો કરવા ઈચ્છે છે. સૂત્રોનું કહેવું છે કે, હાલમાં બંને પક્ષો સોદાની ઝીણવટભરી બાબતો પર કામ ચાલી રહ્યું છે અને અંતિમ સોદા પર સહી નથી થઈ. આ સોદા વિશે આ વર્ષે ચર્ચા શરૂ થઈ હતી, કેમકે બિયાણીની એક હોલ્ડિંગ કંપની લોન રિપેમેન્ટમાં ડિફોલ્ટ થઈ હતી.

રિટેલ કિંગ તરીકે ઓળખાતા બિયાણી તે પછીથી જ વિકલ્પોને શોધી રહ્યા છે. તેમાં રિટેલ યુનિટોમાં પાર્ટનરશિપનું વેચાણ પણ સામેલ છે. સાથે જ પોતાના ઈન્શ્યોરન્સ જાઈન્ટ વેન્ચર ફ્‌ચૂચર જેનેરાલીને પણ વેચવા ઈચ્છે છે. ઘણી બીજી કંપનીઓએ પણ ફ્યૂચર ગ્રુપમાં રસ દાખવ્યો હતો. તેમાં અમેરિકાની દિગ્ગજ રિટેલ કંપની એમેઝોન પણ સામેલ હતી.

પરંતુ, એક સૂત્રએ જણાવ્યું કે, રિલાયન્સની ઓફરથી બિયાણીની દેવાની સમસ્યાનું વ્યાપક સમાધાન થશે.
સૂત્રએ કહ્યું કે, ‘આ એક કોમ્પ્લેક્સ ટ્રાન્જેક્શન હોઈ શકે છે. સૌથી પહેલા ફ્યૂચર ગ્રુપ પોતાની કંપનીઓને એક કંપનીમાં વિલય કરવાની જાહેરાત કરશે. આરઆઈએલ પછી આ કંપની ખરીદશે. આ સોદો શેર્સમાં હોઈ શકે છે.’ ફ્યૂચર ગ્રુપના બિઝનેસમાં ભાગીદારી રાખતી કંપનીઓ એમેઝોન, બ્લેકસ્ટોન અને પ્રેમજીઈન્વેસ્ટને ઇૈંન્માં શેર મળી શકે છે.

આ સોદો એટલા માટે પણ રસપ્રદ છે કે જેફ બેજાસની કંપની એમેઝોનની ૨૦૧૪થી ફ્યૂચર ગ્રુપ સાથે બિઝનેસ પાર્ટનરશિપ છે. ગત વર્ષે એમેઝોને બિયાણીની એક પ્રમોટર કંપનીમાં રોકાણ કરી ફ્યૂચર રિટેલમાં અપ્રત્યક્ષ ભાગીદારી ખરીદી હતી.

મામલાના એક જાણકારે કહ્યું કે, ‘એ કહેવું યોગ્ય રહેશે કે કંપની હવે રિલાયન્સની ઝોળીમાં જઈ રહી છે. જાકે, બીજી કંપનીઓ હજુ પણ ફ્યૂચર સાથે વાત કરી રહી છે, પરંતુ હવે તેનો (રિલાયન્સનો) રસ્તો સાફ છે.’ ગત સપ્તાહ સુધી એ સ્થિતિ હતી કે, કંપની કોઈની પણ ઝોળીમાં જઈ શકતી હતી. તેમણે કહ્યું કે, રિલાયન્સ ફ્યૂચર ગ્રુપના સમગ્ર રિટેલ બિઝનેસને ટેકઓવર કરશે. પરંતુ, ફ્યૂચર કન્ઝુમર અને ફ્‌ચૂચર માર્કેટ નેટવર્ક્સ અંતર્ગત આવતી કેટલીક બ્રાન્ડ્‌સ અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસ બિયાણીની પાસે જ રહી શકે છે. આ અંગે ફ્યૂચર ગ્રુપ અને આરઆઈએલના પ્રવક્તાઓએ તેમને મોકલેલા ઈ-મેલનો કોઈ જવાબ નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.