બિગ બાૅસ ૧૨ની જસલીન મથારુને મળ્યો તેનો ‘Sweet heart’
બિગ બાૅસના ભાગ બન્યા પછી ચર્ચામાં આવેલી જસલીન મથારુ હાલ પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં છે. હવે તેમણે પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો છે. અને ફેન્સને પણ તેમણે જણાવી લીધું છે કે તે જલ્દી જ તેનાથી લગ્ન કરશે. ભજન સમ્રાટ અનૂપ જલોટા સાથે ટીવી રિયાલિટી શો બિગ બાૅસ ૧૨થી લાઈમલાઈટમાં આવનારી જસલીન મથારુ ફરી એક વાર ચર્ચામાં છે.
બિગ બોસમાં જસલીન અને અનૂપ જલોટા એક સાથે આવ્યા હતા. અને શોમાં પણ તેમની રિલેશનશીપને લઈને વિવાદ ઊભો થયો હતો. અને આ કારણે તે લાઈમ લાઈટમાં છવાઈ ગઈ હતી. પમ શોથી બહાર આવ્યા પછી અનુપ જલોટાએ સ્પષ્ટ કર્યું કે તેમની વચ્ચે ખાલી શિષ્ય અને ગુરુ જેવા જ સંબંધો છે.
અનૂપ જલોટાએ હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે તેણે કહ્યું તે જસલીનના પિતા તેના માટે એક સારો જીવનસાથી શોધી રહ્યા છે. અને હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે જસલીન તેનો વરરાજા મળી ગયો છે અને જલ્દી તે તેનાથી લગ્ન કરવાની છે. જસલીન મથારુના સાજનનું નામ છે ડાૅ.અભિનીત ગુપ્તા. હાલ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને જલ્દી તે એકબીજા સાથે લગ્ન કરશે. અભિનીત ગુપ્તા એક કાૅસ્મેટિક સર્જન છે. અભિનીત સાથે પહેલી ઓળખાણ અનુપ જલોટા દ્વારા જ થઈ. અનૂપ જલોટા અને અભિનીતના પિતા સારા મિત્રો છે. અભિનીતના ઈન્દોર, ભોપાલ અને પુણેમાં ક્લિનિક છે. અભિનીત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જસલીનના અનેક વીડિયો શેર કર્યા છે. જેમાં જસલીન પોતાની સુંદર અવાજથી ગીત ગાઈને તેમને યાદ કરી રહી છે.
વાતચીત દરમિયાન જસલીન મથારુ કહ્યું કે જ્યાં સુધી લગ્નની વાત છે કે તો અભિનીત ઈચ્છે છે કે હું કામ કરું અને પૂરી રીતે પોતાના કેરિયર પર ફોકસ કરું. તો ૨-૩ વર્ષ તો અમે લગ્ન વિષે નથી વિચારી રહ્યા. કારણ કે કેરિયર બનાવવામાં ખૂબ સમય લાગે છે. હાલ વો મેરી સ્ટૂડંટના ચાર એપિસોડ બચ્યા છે. અને તે પૂરી થયા પછી હું નચ બલિયા કે ખતરો કે ખેલાડી કરવાનું વિચારી રહું છે.