બિગ બીની પ્રશંસા બાદ મીકાને ઓસ્કાર કે ગ્રેમીની જરૂર નથી

મુંબઈ: બોલિવુડ સિંગર મીકા સિંહ હાલ સાતમા આસમાને છે. કૌન બનેગા કરોડપતિ ૧૨ના હાલના એપિસોડમાં પોપ્યુલર સિંગર વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જાે કે, સૌથી ખાસ ક્ષણ એ રહી કે હોસ્ટ અમિતાભ બચ્ચને મિકા સિંહ અને તેના અવાજના વખાણ કર્યા.
મીકાએ સોશિયલ મીડિયા પર એપિસોડનો વીડિયો શેર કર્યો છે, જેમાં બિગ બી તેના યુનિક અવાજના વખાણ કરતાં જાેવા મળી રહ્યા છે. ક્લિપમાં, બિગ બીએ સાવન મેં લગ ગઈ આગ સોન્ગ વગાડ્યું હતું અને કન્ટેસ્ટન્ટ ડો. નેહા શાહે તેના સિંગરને ઓળખવાનો હતો, જેણે પોતાના જ સોન્ગના રિક્રિએશન વર્ઝનને ગાયું છે. આ સવાલમાં તેમને ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા.
જેમાં સુખવિંદર સિંહ, દલેર મહેંદી, મિકા સિંહ, હની સિંહ. જેનો ડો. નેહા શાહે સાચો જવાબ મિકા સિંહ આપ્યો હતો. જે બાદ મીકા સિંહના વખાણ કરતાં અમિતાભ બચ્ચને કહ્યું કે, આ સોન્ગના ઓરિજનલ વર્ઝનના સિંગર અને લિરિસિસ્ટ પણ મીકા સિંહ હતા.
મીકા સિંહની અવાજ છે ને, જ્યાથી તે આવ્યા છે ત્યારથી મને તેમનો અવાજ ખૂબ ગમે છે. તેમનો અવાજ બીજા સિંગર કરતાં એકદમ અલગ છે. તેમનો અવાજ સુંદર છે અને સુંદર ગાઈ છે. વાહ શું વાત છે. અમિતાભ બચ્ચન બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મહાનાયક છે અને તેમણે કરેલી પ્રશંસા દરેક એક્ટર માટે કોઈ એવોર્ડથી કમ હોતી નથી. ત્યારે તેમણે વખાણ કરતાં મીકા સિંહ પણ ખુશ થઈ ગયો હતો.
તેણે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, તેમના ફેવરિટ એક્ટર બિગ બીએ પ્રશંસાનો વરસાદ કરતાં તેમને હવે કોઈ ઓસ્કાર કે ગ્રેમી એવોર્ડની જરૂર નથી. વીડિયોના કેપ્શનમાં સિંગરે લખ્યું છે કે, ‘આ જ કારણથી મારે ઓસ્કાર, ગ્રેમી અથવા ફિલ્મફેર માટે સપનું જાેવાની જરૂર નથી. જ્યારે મારા મોસ્ટ ફેવરિટ એક્ટર અમિતાભ બચ્ચને ભારતના પોપ્યુલર શો કૌન બનેગા કરોડપતિના સ્ટેજ પર મારા વખાણ કર્યા તેમાં જ મને બધા એવોર્ડ મળી ગયા.