બિગ બી પણ આયુર્વેદ અને વાસ્તુમાં માને છે
અમિતાભ બચ્ચન બોલિવૂડના મેગાસ્ટાર છે
અમિતાભ બચ્ચન ૮૨ વર્ષની ઉંમરે પણ તેઓ સ્ફૂર્તિ અને કામના મામલે યુવાનોને સ્પર્ધા આપી રહ્યા છે
આઇકોનિક અભિનેતા અમિતાભ બચ્ચન અંધશ્રદ્ધાળુ પણ છે
મુંબઈ,
અમિતાભ બચ્ચન ૮૨ વર્ષની ઉંમરે પણ તેઓ સ્ફૂર્તિ અને કામના મામલે યુવાનોને સ્પર્ધા આપી રહ્યા છે. તેઓ ૨૦ મિનિટ વોક કરીને જીમમાં જઈને અને પછી કસરતની સાથે યોગ કરીને પોતાને ફિટ રાખે છે. પરંતુ, તાજેતરમાં એક ફેને એક્ટરનું એક રહસ્ય જાહેર કર્યું અને કહ્યું કે બિગ બી ફક્ત ઉત્તર તરફ મોં રાખીને ભોજન કરે છે.અમિતાભ બચ્ચન બોલિવૂડના મેગાસ્ટાર છે, જેમણે ઘણી આઇકોનિક ફિલ્મો આપી છે. બિગ બી સાથે કામ કરનાર કોઈપણ વ્યક્તિ સારી રીતે જાણે છે કે તે આજે પણ પોતાનું કામ કેટલી પરફેક્શનથી કરે છે. ૮૨ વર્ષના અમિતાભ હજુ પણ સ્ક્રીન પર એક્ટિવ છે. ‘શોલે’, ‘ડોન’, ‘જંજીર’, ‘શાહશાહ’થી લઈને ‘કલ્કી ૨૮૯૮ એડી’ સુધી તેમણે પોતાના દમદાર અભિનયથી લોકોને ચોંકાવી દીધા છે. અમિતાભે તેમના જીવનમાં તેમના સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ઉતાર-ચઢાવ જોયા.
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની જાતને ફિટ રાખવા માટે તે ફૂડથી લઈને યોગ સુધીના દરેક બાબતમાં કડક નિયમોનું પાલન કરે છે.’કૌન બનેગા કરોડપતિ ૧૬’ના લેટેસ્ટ એપિસોડમાં, અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે, જેમાં હાટ સીટ પર બેઠેલા સ્પર્ધક કૌશલેન્દ્ર પ્રતાપ સિંહે એક પુસ્તકની ચર્ચા કરી હતી, જે મેગાસ્ટારના પિતા એટલે કે હરિવંશ રાય બચ્ચને લખી હતી. આમાં તેણે કહ્યું હતું કે, બચ્ચન પરિવાર હંમેશા સાથે જમે છે અને ડાઇનિંગ ટેબલની દિશા ઉત્તર તરફ હોય છે.કૌશલેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, તેમણે હરિવંશ રાય બચ્ચનનું એક પુસ્તક વાંચ્યું હતું.
જેમાં તેમણે પોતાના પરિવાર વિશે કંઈક ઉલ્લેખ કર્યાે છે. હરિવંશ રાય બચ્ચને લખ્યું છે કે, ‘તેમના પરિવારના તમામ સભ્યો હંમેશા સાથે જમે છે અને અમિતાભ બચ્ચન હંમેશા ડાઇનિંગ ટેબલ પર ઉત્તર તરફ મોઢું રાખીને બેસે છે.પુસ્તકમાં લખ્યું છે કે, ઉત્તર તરફ જ્ઞાન અને આધ્યાત્મિક ચેતના વધે છે. કરિયરમાં પ્રગતિ થાય છે. ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. માનસિક તણાવમાંથી રાહત મળે છે. બીમાર અને વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જ્યારે હરિવંશ રાય ઈચ્છતા હતા કે અમિતાભ બચ્ચન લાંબુ જીવન જીવે.કૌશલેન્દ્રએ કહ્યું, ‘તેમણે લખ્યું હતું કે, મને સત્યની જરૂર છે પરંતુ તને (અમિતાભ) લાંબા આયુષ્યની જરૂર છે.’ હરિવંશે એમ પણ લખ્યું હતું કે જ્યારે તેમણે અમિતાભની જગ્યાએ ઉત્તર તરફ મોઢું રાખીને બેસવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે બિગ બીએ તેમને કહ્યું હતું કે, ‘મારે સત્યની કિંમત પર લાંબુ આયુષ્ય નથી જોઈતું.આયુર્વેદ અને વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે, જ્યારે ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવાથી જ્ઞાન, સત્ય અને આધ્યાત્મિક શક્તિ મળે છે. અમિતાભ બચ્ચને શોમાં કહ્યું હતું કે, ‘મારા પિતા હંમેશા ઇચ્છતા હતા કે, મારું આયુષ્ય લાંબુ હોય. તેમના માટે આ જ પૂરતું હતું.ss1