બિગ બોસના એકસ કંટેસ્ટેટ સ્વામી ઓમનું નિધન થયું
નવીદિલ્હી, બિગ બોસ ૧૦ના વિવાદિત કંટેસ્ટેંટ રહેલ સ્વામી ઓમનું નિધન થયું છે તે ગત કેટલાક મહીનાથી બીમાર હતાં અહેવાલો અનુસાર તેમનું અડધુ શરીર લકવાગ્રસ્ત થયું હતું તેને કારણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં તેઓ ૬૩ વર્ષના હતાં.
સ્વામી ઓમની અહીની એમ્સમાં સારવાર ચાલી રહી હતી સ્વામી ઓમના મિત્ર મુકેશ જૈનના પુત્ર અર્જૂને આ દુખદ સમાચાર આપ્યા હતાં અર્જૂને કહ્યું કે સ્વામી ઓમને કેટલાક દિવસ પહેલા લકવાનો હુમલો આવ્યો હતો કોરોના વાયરસથી ઠીક થયા બાદ તેમને ચાલવા ફરવામાં મુશ્કેલી આવી રહી હતી સ્વામી ઓમના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટમાં બપોરે કરવામાં આવ્યા હતાં.
સ્વામી ઓમે ૨૦૧૯ની લોકસભા ચુંટણી નવીદિલ્હી લોકસભા બેઠક પરથી લડવાની પણ જાહેરાત કરી હતી આ દરમિયાન તે ખુબ ચર્ચામાં આવ્યા હતાં તેમને દરેક ચેનલની ડિબેટમાં જાેવામાં આવતા તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હિન્દુ વિરોધી વલણની વિરૂધ્ધ ચુંટણી લડી રહ્યાં છે.
સ્વામી ઓમે બીગ બોસ સીજન ૧૦માં કોમનર એન્ટ્રી લીધી હતી શોમાં તેમનો અને બીજે બાનીની વચ્ચે જબરજસ્ત ઝઘડો થયો હતો બિગ બોસે સ્વામી ઓમને બહાર જવાનો આદેશ આપ્યો તો તે ઘર છોડવા તૈયાર થયા ન હતાં ત્યારબાદ સિકયોરિટી ગાડ્ર્સે સ્વામી ઓમને બહાર કાઢયા હતાં તેમનું આખુ જીવન વિવાદથી ભરેલુ રહ્યું હતું તેમના ભાઇએ તેમના પર ચોરીનો પણ આરોપ લગાવ્યો હતો આ મામલે તેમની ધરપકડ થઇ હતી.તેમના પર દુકાનમાંથી સાયકલો ચોરવાનો આરોપ હતો.HS