બિગ બોસમાં આસિમ રિયાઝે ભાઈની નબળાઈ જણાવી

મુંબઈ, બિગ બોસ ૧૫નું ૨ ઓક્ટોબરે ગ્રાન્ડ પ્રીમિયર થવાનું છે. તે કેટલું ધમાકેદાર થશે, તેની ઝલક મેકર્સે હાલમાં જ રિલીઝ કરેલા કેટલાક પ્રોમોમા જાેવા મળી છે. સલમાન ખાન પોતાના અંદાજમાં પ્રીમિયરની શરૂઆત કરાવશે. તેના પર્ફોર્મન્સની સાથે-સાથે દર્શકોને કન્ટેસ્ટન્ટ્સના પર્ફોર્મન્સ અને જબરદસ્ત સરપ્રાઈઝ પણ જાેવા મળશે.
મેકર્સે સલમાન ખાનના પર્ફોર્મન્સની સાથે-સાથે બિગ બોસ ૧૩ના રનર-અપ રહેલા આસિમ રિયાઝની એન્ટ્રીનો પ્રોમો રિલીઝ કર્યો છે. ૧૫મી સીઝનમાં આસિમનો ભાઈ ઉમર રિયાઝ કન્ટેસ્ટન્ટ બનીને એન્ટ્રી કરવાનો છે.
તેથી, આસિમ ભાઈ રિયાઝે સપોર્ટ કરવા અને તેની એન્ટ્રી કરાવવા માટે ‘બિગ બોસ ૧૫’મા આવશે. પ્રોમોમા જાેઈ શકાય છે કે, સલમાન ખાન સ્ટેજ પર આસિમ રિયાઝની ઈંગ્લિશ બોલવાની સ્ટાઈલ પર ખૂબ મજાક ઉડાવી રહ્યો છે. બાદમાં તે તેને પૂછે છે કે, ઉમર રિયાઝની એવી કઈ નબળાઈ છે જે તેને ઘરમાં આગળ વધતા રોકશે. તેના જવાબમા આસિમે કહ્યું હતું, તે ફાયર છે અને સાથે ઈમોશનલ પણ છે.
બાદમાં સલમાન આસિમની વધુ મજાક ઉડાવે છે, જેના પર ઉમર કહે છે કે, એવું લાગી રહ્યું છે કે તે નહીં પરંતુ આસિમ જંગલમાં જઈ રહ્યો છે. ઉમર રિયાઝે ડોક્ટરની ડિગ્રી મેળવી છે અને તે મોડેલ તેમજ એક્ટર પણ છે. તે પોપ્યુલર ટીવી એક્ટ્રેસ દિલજીત કૌર અને બિગ બોસ ૧૨ ફેમ સબા ખાન સાથે મ્યૂઝિક વીડિયોમા જાેવા મળી ચૂક્યો છે.
એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકી દીધો હોવા છતાં તે ડોક્ટરની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. બિગ બોસ ૧૫ની થીમ જંગલ થીમ છે. શોમા ભાગ લેવાના કન્ટેસ્ટન્ટ્સમાં ઉમર રિયાઝ સિવાય જય ભાનુશાળી, પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ, ડોનલ બિષ્ટ, તેજસ્વી પ્રકાશ, અકાસા સિંહ, કરણ કુંદ્રા, સિમ્બા નાગપાલ, અફસાના ખાન, મીશા અય્યર, ઈશાન સહગલ, સાહિલ શ્રોફ, વિશાલ કોટિયન અને વિધિ પંડ્યાનું નામ સામેલ છે.SSS