બિગ બોસમાં કરણ કુંદ્રાના સપોર્ટમાં આવી શિવાંગી જાેશી
મુંબઈ, ટેલિવિઝન પરના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ ૧૫ને બે અઠવાડિયા માટે આગળ વધારાયો છે. જાે કે, શોનું ગ્રાન્ડ ફિનાલે આ મહિને જ થશે અને આ સાથે ૧૫મી સીઝનનો વિનર પણ મળી જશે. બિગ બોસના ઘરમાં બંધ રહેલા કન્ટેસ્ટન્ટ્સ ફિનાલેની રેસમાં સામેલ થવા અને ટ્રોફી પોતાના નામે કરવા માટે એકબીજાની ટક્કર આપવાની સાથે-સાથે લડાઈ-ઝઘડા પણ કરી રહ્યા છે.
ગત વીકએન્ડ કા વારમાં સલમાન ખાન તરફથી ઠપકો સાંભળ્યા બાદ કરણ કુંદ્રા નિરાશ થઈ ગયો હતો. પરંતુ હવે, ફેન્સની સાથે-સાથે તેના ફ્રેન્ડ્સ તેમજ કો-સ્ટાર્સ પણ તેના સપોર્ટમાં આવ્યા છે. હવે ઓનસ્ક્રીન પત્નીનું પાત્ર ભજવી ચૂકેલી શિવાંગી જાેશીએ કરણ કુંદ્રાને સપોર્ટ આપ્યો છે.
શિવાંગી જાેશી અને કરણ કુંદ્રાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં સાથે સ્ક્રીન શેર કરી હતી. હવે, કરણને સપોર્ટ કરતાં શિવાંગીએ સેટ પરથી તેના સાથેની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘હેલ્લો, હું જેને જાણું છું તેવા અદ્દભુત વ્યક્તિમાંથી એક કરણ કુંદ્રા પર તમારો પ્રેમ વરસવવા, સપોર્ટ અને વોટ આપવા વિનંતી કરું છું.
આ વર્ષે તે બિગ બોસના મજબૂત કન્ટેસ્ટન્ટ્સમાંથી એક પણ છે. તે સાચેમાં હીરો છે અને હકદાર ઉમેદવાર છે. @kkundrra તું જીતજે અને ઘરે ટ્રોફી લઈને જજે’. ઉલ્લેખનીય છે કે, YRKKHમાં લીપ બાદ શિવાંગી જાેશીએ સીરત તો કરણ કુંદ્રાએ રણવીરનું પાત્ર ભજવ્યું હતું. બિગ બોસ ૧૫ના ઘરમાં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચેના સંબંધો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ગત એપિસોડમાં તેજસ્વીએ કરણને ‘આઈ લવ યુ’ કહ્યું હતું અને તેના માટે તેનાથી વધારે મહત્વપૂર્ણ કોઈ નથી તેમ પણ કહ્યું હતું. આ સિવાય તે તેની સાથે છે તે માટે પોતાને નસીબદાર કહી હતી. તેજસ્વીની વાત સાંભળી કરણ શરમાઈ ગયો હતો અને તેને કહ્યું હતું કે ‘હું પણ લકી છું કે તું મારી સાથે છે’SSS