બિગ બોસમાં કરણ કુન્દ્રાએ શમિતા શેટ્ટીને આન્ટી કહીને બોલાવે છે
મુંબઈ, બિગ બોસના ઘરમાં હોબાળો થવો એ કોઈ નવી વાત નથી. લેટેસ્ટ એપિસોડમાં કરણ કુન્દ્રાએ શમિતા શેટ્ટીને આન્ટી કહી હતી, જેના કારણે મોટો હોબાળો થઈ ગયો હતો. શમિતા શેટ્ટીને બિગ બોસ ઓટીટીમાં પણ ઘણી વાર એજ શેમ કરવામાં આવી હતી.
અક્ષરા સિંહે તેને ઘણી વાર માસી અથવા પોતા પોતાની માતાની ઉંમરની કહી હતી. ફરી એકવાર શમિતાની ઉંમર પર કમેન્ટ કરવામાં આવી તો શમિતાના ફેન્સ રોષે ભરાયા છે. માત્ર ફેન્સ જ નહીં, એક્ટર કુશાલ ટંડને પણ કરણ કુન્દ્રાની ક્લાસ લીધી છે.
કુશાલ ટંડને પોતાના ટિ્વટર હેન્ડલ પર કરણ કુન્દ્રાને સંબોધીને લખ્યું છે કે, કરણ કુન્દ્રા, તુ શમિતાને એજ શેમ કરી રહ્યો છે? અરે બ્રો તુ પોતે કેટલા વર્ષનો છે? ૩૭ વર્ષનો? ગેટ વેલ સુન…કુશાલ ટંડને આ ટિ્વટ કરી તો હતી, પરંતુ પછીથી તેણે આ ટિ્વટ ડીલીટ પણ કરી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે કરણ કુન્દ્રા કોઈ મુદ્દા પર નિશાંત ભટ્ટ સાથે વાત કરી રહ્યો હતો અને તે વાતચીત દરમિયાન કરણે શમિતા માટે આન્ટી શબ્દનો ઉપયોગ કર્યો. શમિતાના ફેન્સે તો કરણને લતાડ્યો છે પણ નેહા ભસીને પણ કરણને માફી માંગવાનું કહ્યું છે.
બિગ બોસ ઓટીટીમાં શમિતા સાથે નેહા ભસિન પણ હતી. નેહા ભસીને સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખી છે. નેહાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું બિગ બોસ ૧૫ને ફોલો નથી કરી રહી, પરંતુ મેં અમુક ક્લિપ્સ જાેઈ જેમાં કરણ કુન્દ્રા શમિતાને આન્ટી કહી રહ્યો છે.
બિગ બોસ ઓટીટી દરમિયાન પર પણ તેની ઉંમર પર કમેન્ટ કરવામાં આવી હતી. કોઈએ પ્રતિકને છોટે કહીને બોલાવ્યો. અને મોટાભાગના લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે કરણ જાેહરે મારું સમર્થન કર્યુ હતું ત્યારે લોકોએ તેને નેપોટિઝમનું નામ આપ્યુ હતું. કરણ કુન્દ્રા તુ ૩૭ વર્ષનો છે અને એટલી તો તારી ઉંમર છે કે શું કહેવુ એ તુ જાણી શકે. શમિતાની માફી માંગ.SSS