બિગ બોસ ઓટીટીમાં દિવ્યા અને નેહાની વચ્ચે ઘણાસાણ
મુંબઈ, બિગ બોસ ઓટીટીના લેટેસ્ટ એપિસોડમાં દિવ્યા અગ્રવાલ અને નેહા ભસીનની ઘણાસાણ ચર્ચા જાેવા મળી હતી. ચર્ચાનું કારણ જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. નેહા ભસીને એવી ગંદી હરકત કરી કે દિવ્યાથી સહન ના થયું. બંને વચ્ચે ઝગડો ત્યારે શરૂ થયો જ્યારે દિવ્યા કિચનમાં સિંક પર એક ગંદી અન્ડરવેર જાેઈ. દિવ્યાને કિચન સિંકમાં અન્ડરવેર જાેઈ ગુસ્સો આવ્યો હતો. આ દરમિયાન શમિતા શેટ્ટી પણ ત્યાં હાજર છે. દિવ્યા તેને પણ જાેવે છે.
શમિતા તરફથી કોઈ જવાબ મળતો નથી. ત્યારબાદ મુસ્કાનને પૂછવામાં આવે છે. જેના પર તે સ્પષ્ટ કરે છે કે, તે અન્ડરવેર તેની નથી. મુસ્કાન કહે છે કે, કદાચ તે નેહા ભસીનની હશે. દિવ્યા આ હરકતથી સંપૂર્ણપણે નારાજ થઈ જાય છે. તે દરમિયાન નેહા ભસીન ત્યાં આવે છે અને તે કહે છે કે તે અન્ડરવેર તેની છે અને તેને લઈને જતી રહે છે.
નેહા કે છે કે, તેણે તે અન્ડરવેર ધોવા માટે રાખી હતી અને માફી માંગે છે. દિવ્યાથી નેહા ભસીનની આ હરકત જાેઈ શકાતી નથી અને દિવ્યા કહે છે કે, તે ખુબ જ ગંદી છે નેહા. નેહા ભસીન પણ તેના પર ચૂપ રહેતી નથી અને કહે છે કે, મને દરેક બાબતમાં તમારા અભિપ્રાયની જરૂરિયાત નથી. વધારે થઈ રહ્યું છે. મેં ત્યાં તેને ધોવા માટે મુકી હતી.
તમે એક ઘૃણાસ્પદ મહિલા છે. તમે જે પણ કહો તે ઘૃણાસ્પદ છે. મેં હમણાં જ કહ્યું કે હું માફી માંગુ છું કારણ કે, તમે આને મુદ્દો કેમ બનાવી રહ્યા છો? તે માત્ર એક નાની વાત છે અને કોઈ મોટી વાત નથી. દિવ્યા અગ્રવાલ જડબાતોડ જવાબ આપે છે અને કહે છે, ‘હું જે પણ કહું છું તે ઘૃણાસ્પદ હોય છે. તમે મને ઘૃણાસ્પદ કહી શકો છો. નેહા ભસીન આગળ કહે છે કે, ‘હું મેડિકલ રૂમમાં હતી અને હવે પાછી સુતી છું. તે માત્ર એક અન્ડરવેર છે ‘દિવ્યા અગ્રવાલ કહે છે કે નેહા હંમેશા આ રીતે બૂમો પાડે છે.
નેહા ભસીનના આ કૃત્ય પર ગૌહર ખાને ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ ટિ્વટ કરીને લખ્યું, સૌ પ્રથમ, આ રીતે ગંદા અન્ડરગાર્મેન્ટ્સ છોડવું ખોટું છે. છોકરીઓ માટે આવું કરવું યોગ્ય નથી. સૌથી ઉપર તમે તેને બીજી છોકરી માટે કેવી રીતે શરમજનક બનાવી શકો છો. તેને ઘૃણાસ્પદ કહેવું, તેને સાર્વજનિક બનાવવું અને એક છોકરીને ખૂબ શરમજનક બનાવવું, ખૂબ જ દુઃખની વાત છે.SSS