બિગ બોસ ઓટીટી : શમિતાએ રાકેશને શરત સાથે બાજુમાં સુવાની ઓફર આપી
મુંબઈ, બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચેનું કનેક્શન દિવસને દિવસે મજબૂત થઈ રહ્યું છે. શોમાં બંને વચ્ચેની જે કેમેસ્ટ્રી છે તે લોકોને પસંદ આવી રહી છે. બંને એકબીજાના સારા મિત્રો બની ગયા છે અને અંગત જીવનની વાતો પણ શેર કરતાં જાેવા મળ્યા છે. ગત એપિસોડમાં સની લિયોની મહેનાન બનીને આવી હતી. સની લિયોનીના ગયા બાદ રાકેશ બાપત શમિતા શેટ્ટીનો હાથ પકડીને ઈમોશનલ થતો જાેવા મળ્યો. તેણે શમિતા શેટ્ટીને કહ્યું કે ‘આજનો જ એ દિવસ હતો જ્યારે તેના જીવનમાં ફેરફાર આવ્યો હતો. તે ર્નિણય બાદ તેનું જીવન બદલાઈ ગયું છે’.
શમિતાએ તેના પર પૂછ્યું કે, શું તે પોઝિટિવ ફેરફાર હતો? રાકેશે કહ્યું ‘તે પૂરી રીતે પોઝિટિવ ચેન્જ નહોતો’. આ ર્નિણયથી તેના જીવન પર ખૂબ અસર થઈ. શમિતાએ આ વાત સાંભળ્યા બાદ કહ્યું, જાે તે આ મામલે વાત કરવા માગે છે તો ઘરે ગયા બાદ આ વિષય પર એકવાર વાતચીત કરી શકે છે. રાકેશ બાપત ખૂબ ઉદાસી અનુભવી રહ્યો હતો, જેને જાેઈને શમિતા શેટ્ટીએ તેના બેડ પર તેની સાથે સૂવાની ઓફર આપી.
આ સાથે એક્ટ્રેસે સ્પષ્ટતા કરી કે, તે તેની બાજુમાં એટલા માટે ઊંઘી રહી છે કારણ કે તેને ઠીક લાગી રહ્યું નથી અને તે તેના સેક્શનમાં પોતાનો અંગુઠો પણ નહીં આવવા દે જે બાદ રાકેશ બાપતે કહ્યું, એવું હોય તો તે હંમેશા ઈચ્છશે કે તે ઉદાસ જ રહે. શમિતા શેટ્ટીએ પોતાની લાગણીઓ વિશે વાત કરી અને જણાવ્યું કે તેણે લાંબા સમયથી આવું મહેસૂસ કર્યું નથી. આ જ એપિસોડમાં બોલિવુડ એક્ટ્રેસ નિશાંત ભટ્ટને કહેતી જાેવા મળી કે, સની લિયોની દ્વારા આપવામાં આવેલો ‘કોકોનટ ટાસ્ટ’ તેને જરાય હમ્યો નથી.
રાકેશ બાપત સાથેના તાલમેળ અંગે વાત કરતાં શમિતાએ કહ્યું ‘હું તેની સાથે બહાર પણ રહેવા માગુ છું. હું તે વાતને લઈને સ્પષ્ટ છું કે મને કોઈ વ્યક્તિમાં શું પસંદ નથી. કોઈની સાથે જીવન પસાર કરવું તે મજાક નથી. હું બધું સ્વાભાવિક રીતે ઈચ્છું છું અને પ્રેમનો અનુભવ કરવા માગુ છું. લોકો ઉંમર જાેઈને પ્રેક્ટિકલ થવાની વાત કરે છે. પરંતુ હું આવી જ છું’.SSS