‘બિગ બોસ ઓટીટી ૩’નું ભવ્ય પ્રીમિયર ૧૫ મેના રોજ આવે તેવી શક્યતા
ફેન્સની આતુરતાનો અંત
લાંબા સમયથી બિગ બોસની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે
બિગ બોસ ઓટીટી ૩ ની પ્રીમિયર તારીખ જાહેર થઈ ગઈ છે
મુંબઈ, બિગ બોસ એ ટીવીની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય રિયાલિટી શો છે, તેથી તેની સફળતાને જોઈને, મેકર્સ બિગ બોસ ઓટીટી વર્ઝન લઈને આવ્યા હતા. જાણીતું જ છે કે તેને પણ જબરદસ્ત સફળતા મળી હતી. ઓટીટીની પહેલી સિઝનમાં દિવ્યા અગ્રવાલ વિજેતા બની અને ત્યાર બાદ યુટ્યુબર એલ્વિશ યાદવ વિજેતા બન્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ તેનો ત્રીજો ભાગ લાવી રહ્યા છે અને એક નવું અપડેટ સામે આવ્યું છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે આખરે સારા સમાચાર આવ્યા છે.
નિર્માતાઓએ શોના ઓટીટી વર્ઝનના પ્રીમિયર અંગે અપડેટ શેર કર્યું છે. આ સાથે શોમાં સામેલ થનારા સંભવિત કન્ટેસ્ટન્ટ નામ પણ આવવા લાગ્યા છે. સાથે જ હવે બિગ બોસ ઓટીટી ૩ ની પ્રીમિયર તારીખ જાહેર થઈ ગઈ છે. ચાલો જાણીએ કે બિગ બોસ ઓટીટી ૩નું પ્રીમિયર કયા દિવસે આવશે.રિપોટ્ર્સ અનુસાર, બિગ બોસ ઓટીટી ૩નું પ્રીમિયર આવતા મહિને ૧૫ મેના રોજ આવે તેવી શક્યતા છે.
જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હાલમાં, શો વિશે વધુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ઘણા કન્ટેસ્ટન્ટ મેકર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે બિગ બોસ ૧૭ના ફિનાલેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ઓટીટી ૩નો ભાગ બની શકે છે.
આ ઉપરાંત, તમે શોમાં દલજીત કૌર, શહેઝાદ ધામી, પ્રતિક્ષા હોનમુખે અને અરહાન બહેલ જેવા ચહેરાઓ પણ જોઈ શકો છો.તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘કુછ-કુછ હોતા હૈ’માં અને કરણ જોહરની ‘સ્ટુડન્ટ આૅફ ધ યર’માં જોવા મળેલી અભિનેત્રી સના સઈદનું નામ પણ સામે આવ્યું હતું કે તે પણ સલમાન ખાનના રિયાલિટી શોમાં જોવા મળવાની છે. જો કે આ અંગે તેમના તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.ss1