બિગ બોસ કપલ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું થયું બ્રેકઅપ?

મુંબઈ, Bigg Boss OTT પ્લેટફોર્મ પરથી એકબીજાની ખુબ જ નજીક આવી ગયેલાં લવબર્ડ્સ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.
ફિલ્મફેરના સૂત્રએ આ માહિતી આપી છે. આ સમાચાર ફેન્સ માટે મોટા ઝટકા સમાન છે કે, જેઓ વિચારતા હતા કે, શમિતાની નજીક આવવા માટે રાકેશ બાપટ મુંબઈમાં શિફ્ટ થશે. જાે કે, હજુ સુધી બંને દ્વારા બ્રેક અપ અંગે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રએ ફિલ્મફેરને જણાવ્યું હતું કે, શમિતા અને રાકેશ મૈત્રીપુર્ણ રીતે એકબીજાથી છૂટા પડી ગયા છે. બંનેને એકબીજા માટે ભારે માન-સન્માન છે અને તેઓ એકબીજાના મિત્ર બનીને રહેશે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ બ્રેકઅપની અફવાઓ વચ્ચે શમિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બ્રેકઅપની અફવાઓ વિશે તેઓ ચિંતા કરતા નથી.
શમિતા શેટ્ટીએ વાતચીતમાં કહ્યું હતું કે, અમે સતત પ્રયાસો કરીએ છીએ કે, આ બાબતો અમને પ્રભાવિત ન કરી શકે. સંબંધ માત્ર બે વ્યક્તિઓનો હોય છે. તે બાકીની દુનિયા વિશે અને તે લોકો અમારા માટે શું વિચારતા હશે તેના પર નથી હોતો.
સદભાગ્યે અમે બંને ખુબ જ સુરક્ષિત લોકો છીએ. જેના કારણે બ્રેકઅપની અફવાઓ અમને અસર કરતી નથી. Bigg Boss ૧૫માંથી શમિતા શેટ્ટી બહાર થઈ ગયા બાદ, એવી અફવા હતી કે બંને હવે અલગ-અલગ રસ્તા પર ચાલ્યા જશે. જાે કે, બંનેએ સોશિયલ મીડિયા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી આ અફવાઓને ફગાવી દીધી હતી. જાે કે, તેમના બ્રેકઅપ અંગેની અફવાઓ ક્યારેય શાંત પડી ન હતી.
જાે કે, પોતાના ફેન્સ માટે શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ સોશિયલ મીડિયામાં બ્રેકઅપ અંગેની સત્તાવાર જાહેરાત કરશે કે કેમ તે જાેવું રહ્યું. પણ બંનેના બ્રેકઅપથી તેમના ફેન્સના દિલ જરૂર તૂટી ગયા જશે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીના જન્મદિવસ એટલે કે ૮ જૂનના રોજ જ તેની બહેન શમિતા શેટ્ટીની બ્રેકઅપની ખબર સામે આવી છે.
રિયાલિટી શોમાં બંનેના બોન્ડિંગને ફેન્સ ઘણું પસંદ કરતા હતા. શો પૂરો થયા બાદ પણ બંને ડેટ્સ માટે બહાર મળતા હતા. શમિતાની ફેમિલી સાથે પણ રાકેશ અનેકવાર જાેવા મળ્યો હતો. હાલમાં જ બંનેએ એક મ્યૂઝિક વિડીયો માટે શૂટિંગ કર્યું હતું અને તે ટૂંક સમયમાં રિલીઝ પણ થવાનો છે.SS1MS