બિગ બોસ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની ધરપકડ કરાઇ
હિસાર, બિગ બોસ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે સોમવારે ધરપકડ કરી. યુવિકા પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હાંસી (હિસાર, હરિયાણા) પોલીસ મથકે તેની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. અભિનેત્રી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. જાે કે બાદમાં તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા જેથી કરીને અભિનેત્રીનો છૂટકારો પણ થઈ ગયો.
યુવિકા મુંબઈથી હાંસી પહોંચી હતી. તેના વકીલ અશોક બિશ્નોઈએ વાતચીતમાં કહ્યું કે મારી ક્લાયન્ટ હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ તપાસમાં સામેલ થઈ અને તે હાલ વચગાળાના જામીન પર છે. હવે આ કેસમાં ૨૪ નવેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે.
આ વર્ષે મે મહિનામાં યુવિકાએ તેના પતિ અને અભિનેતા પ્રિન્સ નરુલા સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તે જાતિય ટિપ્પણી કરતી જાેવા મળી. મામલો વધી ગયો ત્યારે યુવિકાએ માફી પણ માંગી અને કહ્યું હતું કે તેને આ શબ્દનો અર્થ ખબર નહતી. ત્યારબાદ દલિત અધિકાર કાર્યકર રજત કલસને હાંસીમાં અભિનેત્રી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.HS