બિગ બોસ રાખી જીતી શકે છે : સલમાન ખાનનો દાવો
મુંબઈ: બિગ બોસ ૧૪માં શનિવારે વીકએન્ડ કા વાર એપિસોડ પ્રસારિત થશે. આ દરમિયાન શોનો હોસ્ટ સલમાન ખાન અલી ગોની અને રાહુલ પર ગુસ્સે થતો જાેવા મળશે. સાથે જ તેઓ રાખીને ટાસ્કમાંથી સાઈડલાઈન કરી દેવાની બાબતે પણ સવાલ ઉઠાવશે.
અલી કહે છે કે, તેમણે રકમ જાેઈને પીછેહટ કરી હતી. ત્યારે સલમાન કહે છે કે, જે રીતે તમને આગળ જવાનો અધિકાર પહેલા મળે છે તેમ રાખી પાસે પણ છે. સલમાન એમ પણ કહે છે કે રાખી આ શો જીતી શકે છે. ચેનલ તરફથી એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં સલમાન ઘરના સભ્યોને પૂછે છે કે, ૧૪ રૂપિયા જતા કરીને ફિનાલેમાં સ્થાન પાકું કરવાનો રાખીનો ર્નિણય સાચો હતો કે ખોટો? ત્યારે નિકી અને દેબોલિના રાખીનો ર્નિણય સાચો છે તેમ કહે છે. જ્યારે રાહુલ વૈદ્ય કહે છે કે તેને એ વખતે પણ રાખીનો ર્નિણય ખોટો લાગ્યો હતો અને અત્યારે પણ ખોટો જ લાગે છે.
સલમાન કહે છે કે, કોની જરૂર વધારે છે તેના પર આધાર રાખે છે. ત્યારે રાખી કહે છે કે, જાસ્મીન શોમાંથી આઉટ થઈ ગઈ તો મારી શું ઓકાત છે. ત્યારે સલમાન રાખીને કહે છે કે તેણે બિલકુલ સાચો ર્નિણય કર્યો છે.
ત્યારે સલમાન રાહુલ અને અલીને સવાલ પૂછે છે કે રાખીએ એવું તો શું કર્યું કે તમે એના પર તૂટી પડ્યા? અલી કહે છે કે, તેનું કારણ મને ખોટું લાગ્યું હતું. રાખીનું કહેવું હતું કે લોકો મને વોટ આપે છે પછી હું બીજા કોઈને કેમ ૫૦ લાખ રૂપિયા લઈ જવા દઉં? આ બાબત અમને ખરાબ લાગી હતી, તેમ અલીએ કહ્યું.
ત્યારે સલમાન કહે છે કે, શું ખબર કદાચ રાખી જ શો જીતી જાય. રાખીના જ ૧૪ લાખ રૂપિયા ઓછા થઈ જાય. સલમાનની વાત સાંભળીને રાખી હકારમાં માથું ધૂણાવે છે ત્યારે રાહુલ તેના પર ગુસ્સે થઈ જાય છે.
રાહુલ કહે છે, ‘અમારી સામે એમ કહે છે કે મને ખબર છે કે હું નથી જીતવાની. તો પછી સર કહે છે ત્યારે કેમ તેમની વાત માની રહી છે? બોલને હવે કેમ ચૂપ છે? પછી અમે ખોટા સાબિત થઈએ છીએ ને.’ રાહુલનો આ મિજાજ જાેઈને રાખી રડમસ થઈ જાય છે. તે કહે છે કે, તું બૂમો પાડીને કેમ આ કહી રહ્યો છે શાંતિથી પણ વાત કરી શક્યો હોત ને. ત્યારે સલમાન પણ રાહુલને એ જ કહે છે કે, ગુસ્સે કેમ થાય છે, શું તારે શો નથી જીતવો?