“બિગ બોસ સિઝન ૧૪”ની આ મહિનાના અંતે ગ્રાન્ડ ફિનાલે
મુંબઈ: સલમાન ખાનના બહુચર્ચિત શો બિગ બોસ ૧૪નું ગ્રાન્ડ ફિનાલે હવે દૂર નથી. બિગ બોસ ૧૪ આ મહિનાના અંતે જ પૂરું થઈ જશે. આ શોના બદલે એક રિયાલિટી શો અને એક ટીવી સીરિયલ શરૂ થવાની છે. બિગ બોસ ૧૪માં સલમાન ખાન હોસ્ટ તરીકે જાેવા મળે છે અને ૨૧ ફેબ્રુઆરીએ શોનું ગ્રાન્ડ ફિનાલે છે. આ સાથે જ ખબર પડી જશે કે બિગ બોસ ૧૪નું વિનર કોણ છે. બિગ બોસ જે ચેનલ પર પ્રસારિત થાય છે
તેના પર ૨૨ ફેબ્રુઆરીથી નવી સીરિયલ બાવરા દિલ શરૂ થવાની છે. આ શોનું પ્રસારણ સોમવાથી શુક્રવારે રાત્રે ૧૦.૩૦ કલાકે થવાનું છે. આ સીરિયલમાં કિંજલ ધમેચા અને આદિત્ય રેડિજ લીડ રોલમાં છે. શોના મેકર્સે એક પ્રોમો પણ રિલીઝ કર્યો છે. જેમાં પ્રસારણની તારીખ ૨૨ ફેબ્રુઆરી જાેવા મળી રહી છે. આ તરફ માધુરી દીક્ષિતનો ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને ૩ ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.
જે વીકએન્ડ પર રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થશે. આ શોમાં ધર્મેશ અને તુષાર કાલિયા માધુરી દીક્ષિત સાથે જજની ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે રાઘવ જુયાલ આ શોને હોસ્ટ કરશે. આ બંને શોના ટાઈમિંગ બિગ બોસ હાલ જે સમયે પ્રસારિત થાય છે તે જ છે.
અત્યાર સુધી સત્તાવાર રીતે ફિનાલેની તારીખ સામે આવી નથી પરંતુ આ બંને ટીવી શોના પ્રોમોએ બિગ બોસ ૧૪ના ફિનાલેની તારીખને કન્ફર્મ કરી છે. સલમાન ખાન પણ વીકએન્ડ કા વારના એપિસોડમાં એમ કહેતો સંભળાય છે કે કે, ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી છે.