બિગ બોસ ૧૪ની વિનર રુબિનાની બહેને સગાઈ કરી
મુંબઈ, બિગ બોસ ૧૪ની વિનર અને ટીવી અભિનેત્રી રુબિના દિલૈકના ઘરે ટૂંક સમયમાં શરણાઈ ગૂંજવાની છે. રુબિનાની નાની બહેન જ્યોતિકા દિલૈકે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. આ સમારોહની અનેક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.
રુબિના, જ્યોતિકા અને તેના બોયફ્રેન્ડ રજત શર્માએ સગાઈના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે. જ્યોતિકા દિલૈકે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રજત શર્મા સાથે પાંચમી નવેમ્બર ૨૦૨૧ના રોજ સગાઈ કરી છે. જ્યોતિકા અને રજત પાછલા નવ વર્ષથી રિલેશનશિપમાં હતા.
જ્યોતિકાએ સગાઈની તસવીરો શેર કરીને પોતાના થનારા પતિને શુભકામનાઓ પાઠવી છે. જ્યોતિકા અને રજતની સગાઈ શિમલામાં થઈ છે. જ્યોતિકાએ ફોટોસની સાથે કેપ્શનમાં લખ્યું છે , લગભગ નવ વર્ષ પહેલા અમારી મુલાકાત થઈ હતી અને જુઓ અમે ક્યાં પહોંચી ગયા છીએ.
આકાશને જાેઈને લાગી રહ્યું છે કે તેમાં રંગો છે. આરજે રજત, કોંગ્રેચ્યુલેશન.ઉલ્લેખનીય છે કે રુબિનાએ પણ પોતાની બહેનની સગાઈનો વીડિયો શેર કર્યો છે. રુબિનાએ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, વિશ્વાસ નથી થતો કે તે હવે મોટી થઈ ગઈ છે. હું તારા માટે ઘણી ખુશ છું. રજત હવે તુ અમારા પરિવારનો ભાગ છે. રુબિના અને જ્યોતિકાના મિત્રોએ પણ તેમને ખુબ શુભકામનાઓ પાઠવી છે.
જાન કુમાર, નિક્કી તંબોલી, શાર્દુલ પંડિત, આદિ વગેરે એક્ટર્સે જ્યોતિકાને શુભકામના આપી છે. રજત શર્માએ પણ આ સુંદર દિવસની અમુક ઝાંખી ફેન્સ સાથે શેર કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે બિગ બોસ ૧૪માં જ્યોતિકા મહેમાન તરીકે પહોંચી હતી ત્યારે તે સમાચારોમાં છવાઈ હતી. તે સમયે જ્યોતિકા દિલૈકની ઘણી ચર્ચા થઈ હતી.SSS