બિગ બોસ ૧૪માં રુબીના દિલૈકને સૌથી વધુ પગાર મળ્યો
મુંબઇ: ક્યારેય વિચાર્યું છે કે બિગ બોસના પ્રતિસ્પર્ધી કેમ એવા ઘરમાં જવા માની જાય છે, જ્યાં તમેને પરિવારથી દુર રહેવું પડે, પોતાની લાઈફસ્ટાઈલ છોડવી પડે, દુનિયાથી અલગ થઈને એક જ ઘરમાં પુરાઈને રહેવું પડે, પોતાના મિત્રો અને જીવનથી દૂર થઈ જવું પડે? જાેકે તેની પાછળનું કારણ છે પૈસા. તેઓને આ બધી વસ્તુઓ, લાગણીઓ ત્યજીને ઘરમાં રહેવા મોટી રકમ ચૂકવવામાં આવે છે.
ધ ખબરી ચેનલ પાસે અમુક કારણો છે કે કેમ રિયાલિટી શોમાં એક સ્ટિન્ટ શા માટે સ્ટાર્સને આકર્ષે છે.બિગબોસ૧૪ના સ્પર્ધકોના પગાર જાહેર કરાયા છે અને ખરેખર આ રકમ ચોંકાવનારી છે..!! રીપોર્ટ અનુસાર શહેઝાદ દેઓલનો પગાર સૌથી ઓછો હતો, જ્યારે રુબીના દિલૈકને સૌથી વધુ પગાર મળ્યો હતો.
તમામ પાર્ટિસિપટન્સને સારૂં વેતન મળી રહ્યું હતું, ત્યારે બિગબોસના પૂર્વ સ્પર્ધકો ‘તૂફાની સીનિયર્સ’ ને અન્ય કરતા વધુ વળતર મળી રહ્યું હતુ. તો ચાલો આવો જાેઈએ આપણે કે આ ગ્રાન્ડ રિયલ્ટી શોમાં હાજર થવા પ્રતિ સપ્તાહ સ્પર્ધકોને કેટલી રકમ બિગબોસ તરફથી મળતી હતી. શહેઝાદ દેઓલ – ૫૦,૦૦૦ રૂપિયા જાન કુમાર સનુ – ૮૦ હજાર રાહુલ વૈદ્ય – ૧ લાખ નિક્કી તંબોલી – ૧.૨ લાખ પવિત્ર પુનિયા – ૧.૫ લાખ રૂપિયા અભિનવ શુક્લા – ૧.૫ લાખ રૂપિયા એહજાઝ ખાન – ૧.૮ લાખ રૂપિયા નિશાંતસિંહ મલકાણી – ૨ લાખ રૂપિયા સારા ગુરપાલ – ૨ લાખ રૂપિયા જસ્મિન ભસીન – ૩ લાખ રૂપિયા રુબીના દિલૈક – ૫ લાખ રૂપિયા સિધ્ધાર્થ શુક્લા – ૩૨ લાખ રૂપિયા હિના ખાન – ૨૫ લાખ રૂપિયા ગૌહર ખાન – ૨૦ લાખ રૂપિયા ભાઈજાનને કેટલા ચૂકવાયાં?
સૌની નજર સલમાનની સેલરી પર મંડાયેલી છે, તો તમને જણાવીએ કે સલમાન ખાનનો એક્ઝેટ પગાર જાહેર કરવામાં નથી આવ્યો. જાેકે અહેવાલો મુજબ સલમાનની ફીસ પહેલીવાર શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારથી નોંધપાત્ર વધી ગઈ છે. જાેકે કોરોના મહામારીને કારણે સલમાને સામે ચાલીને જ પગાર કાપ સ્વીકાર્યો છે કે જેથી શૉ વ્યવસ્થિત ચાલી શકે અને ક્રૂને યોગ્ય પગાર ચૂકવાઈ શકે. એન્ડેમોલ શાઇન ઇન્ડિયાના સીઈઓ અભિષેક રેગ સાથે લોન્ચિંગ ઈન્વેટ વખતે સલમાન ખાને કહ્યું હતું કે, હું પણ પોતાની સેલરી કટમાં ખુશ છું કે જેથી દરેકને યોગ્ય અને સમયસર પગાર મળી શકે.