બિગ બોસ-૧૫માં પહેલા દિવસે ત્રણ સદસ્યોને મળી સજા
મુંબઇ, ચર્ચાસ્પદ રિયાલીટી શો બિગ બોસ-૧૫ની શરૂઆત થતાં જ ભાગ લેનારા દરેક સ્પર્ધકોનો અસલી રંગ સામે આવી રહ્યો છે. એક તરફ બિગ બોસના ઘરમાં કેટલાક સદસ્યો વચ્ચે મિત્રતા બંધાઇ રહી છે તો કેટલાક સદસ્યોએ પહેલા જ દિવસે ઘરવાળાની નજરે ચડી ગયા હતાં.
બિગ બોસે ઘરવાળા સાથે શોમાં એન્ટ્રી પહેલા જ પોતાની ગેમ શરૂ કરી દીધી હતી અને તેને જંગલમાં રાખ્યા હતાં. એ પછી બિગ બોસે ઘરવાળા સાથે વધુ એક ગેમ રમી હતી અને સવાલ જવાબ કર્યા હતાં. આ સવાલોના જવાબ લેવા માટે બિગ બોસના ઘરમાં મોૈની રોય પહોંચી હતી.
નાગિન સહિતના શો કરી મોૈની રોય ટીવી પરદે મોટુ નામ બની ગઇ છે. તે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. મોૈની રોયનો જબરદસ્ત ડાન્સ પણ બિગ બોસમાં દર્શકોને જાેવા મળ્યો હતો. મોૈનીએ એક ટાસ્કમાં પણ ભાગ લીધો હતો. મોૈનીએ સવાલ પુછતાં જ ઘરમાં ગરમાગરમી થઇ ગઇ હતી. ઇશાન સહેગલ, ડોનલ બિસ્ટ અને વિધી પાંડે બિગ બોસની નજરે ચડી ગયા હતાં. આ ત્રણેયને સજા રૂપે બિગ બોસનું ઘર સાફ કરવું પડ્યું હતું.HS