Western Times News

Gujarati News

બિગ બોસ ૧૫ ત્રણ નહીં છ મહિના ચાલશે : અહેવાલ

મુંબઈ: ભારતીય ટીવી જગતના સૌથી મોટા રિયાલિટી શો ‘બિગ બોસ’ની નવી સીઝનને લઈને નવી અને ચોંકાવનારી વાત સામે આવી છે. ‘બિગ બોસ ૧૫’માં કન્ટેસ્ટન્ટ તરીકે રિયા ચક્રવર્તીથી લઈને ‘દયાબેન’ દિશા વાકાણી સુધીના નામોની ચર્ચા વચ્ચે જાણવા મળી રહ્યું છે કે, આ વખતે આ શો ૩ મહિના નહીં, પરંતુ ૬ મહિના સુધી ચાલશે! જાે બધું બરાબર રહ્યું તો આ વખતે છ મહિના સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જાેવા મળશે. શોને દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે. એવું પણ જાણવા મળી રહ્યું કે, આ શો પહેલા ઓટીટી પર રજૂ થશે અને તે પછી ટીવી પર જાેવા મળશે.

સ્પોટબોયના રિપોર્ટ મુજબ, મેકર્સ આ વખતે શો વધુ ગ્રાન્ડ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેના માટે ‘બિગ બોસ ૧૫’માં એકથી વધુ કપલ્સ જાેવા મળશે, તો બીજી વખત આ શોમાં કેટલાક ગ્લેમર વર્લ્‌ડ સિવાયના લોકોને પણ તક મળશે. અહેવાલ મુજબ, આ વખતે શો ૬ મહિના ચાલશે. તે સાથે જ શોને મજેદાર બનાવવા માટે મેકર્સ ઘણા નવા ટિ્‌વસ્ટ પણ લઈને આવવાના છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, શોની શરૂઆત આ વખતે ૧૩ કન્ટેસ્ટન્ટ સાથે થશે. શોને વધુ મજેદાર બનાવવા માટે દરેક એવિક્શનની સાથે એક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થશે.

એટલે કે, દરેક સપ્તાહે એક કેન્ટેસ્ટન્ટ ઘરમાંથી બહાર જશે, તો એક નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. જાે મેકર્સ આ પ્લાન સાથે જ આગળ વધશે તો શોમાં આ વખતે ઘણા જાણીા ચહેરા જાેવા મળશે, કેમકે એક પછી એક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, એટલે કે એક પછી એક નવા ચહેરા. જાેકે, હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ. પરંતુ, જણાવાઈ રહ્યું છે કે, ‘બિગ બોસ ૧૩’ અને ‘બિગ બોસ ૧૪’ને મળેલા રિસ્પોન્સને જાેયા પછી મેકર્સે આ નવા ફોર્મેટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

બીજી તરફ, હાલના દિવસોમાં ‘ખતરોં કે ખિલાડી ૧૧’ના શૂટિંગમાં વ્યસ્ત સના મકબૂલે પણ ‘બિગ બોસ ૧૫’માં એન્ટ્રી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સનાએ ગત દિવસોમાં કહ્યું હતું કે, જાે તેને આ શો ઓફર કરવામાં આવશે તો તે તેમાં ચોક્કસ ભાગ લશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા સ્ટાર અને ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના સભ્ય પૂજા શર્માએ પણ જણાવ્યું કે, તેમને આ શો ઓફર કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.