બિગ બોસ OTT ઉપર શમિતાને મમ્મી મળવા પહોંચ્યા
મુંબઈ, બિગ બોસ ઓટીટીનો લેટેસ્ટ એપિસોડ ફેમિલી સ્પેશિયલ હતો. જેમા તમામ કન્ટેસ્ટન્ટ્સના પરિવારમાંથી એક-એક સભ્ય તેમને મળવા માટે ઘરમાં એન્ટર થયા હતા. પરિવારના સભ્યોની ઘરમાં એન્ટ્રી થાય તે પહેલા કન્ટેસ્ટન્ટ્સને ફ્રીઝ થવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ઓટીટીના ફિનાલેને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પરિવારના સભ્યો કન્ટેસ્ટન્ટ્સનો ઉત્સાહ વધારવા માટે આવ્યા હતા. આ દરમિયાન શમિતા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ પણ ઘરની મુલાકાત લીધી હતી અને દીકરી સાથે ઘણી વાતો કરી હતી. શમિતા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી ઘરમાં પ્રવેશ્યા હતા અને દરેક ઘરવાળાા વખાણ કર્યા હતા.
સૌથી પહેલા તેમણે રાકેશ બાપતના ખબર-અંતર પૂછ્યા હતા અને બાદમાં જણાવ્યું હતું કે, ઘર બાર શમિતા અને રાકેશ ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેમણે રાકેશને તે જેવો છે એવો જ રહેવા અને કોઈના માટે પોતાને ન બદલવા કહ્યું હતું. તેમણે તેને ગેમમાં ટકી રહેવા હિંમત આપી હતી અને ફેરફાર ન કરવાનું પણ કહ્યું હતું. તેમણે તેને ગેમ ગમે તેવી હોય તો પણ રમવાની સલાહ આપી હતી. ત્યારબાદ શમિતા શેટ્ટીએ માતાને ‘શું રાકેશ સ્વીટ નથી?’ તેવો સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપતા સુનંદા શેટ્ટીએ કહ્યું હતું કે ‘તે સ્વીટ છે અને જેન્ટલમેન પણ.
ઘરમાં લોકો તેને બોસી કહેતા હોવાનું શમિતા શેટ્ટીએ માતાને જણાવ્યું હતું. જેના જવાબમાં સુનંદા શેટ્ટીએ કહ્યું હતું કે ‘બોસી કયા એન્ગલથી, તું તારા માથા પર સોનાના શીંગ લગાવીને નથી આવી. તું અન્ય કન્ટેસ્ટન્ટ્સની જેમ એક સરળ છોકરી બનીને આવી છે. તારે કોઈના માટે પોતાની જાતને બદલવાની જરૂર નથી. તું કોણ છે તે હું જાણું છું. દુનિયા માટે તું રાણી છે, જે તેમના દિલમાં રાજ કરે છે.
ઉતાર-ચડાવ તે જીવનનો ભાગ છે. શમિતા શેટ્ટીએ બહેનના ખબર-અંતર પણ પૂછ્યા હતા. ‘શિલ્પા સારી છે. ઘરમાં બધુ ઠીક છે. તે તને ખૂબ મિસ કરે છે અને અમને તારા ગર્વ છે. જ્યારે તે બિઝી હોય છે ત્યારે મારી પાસેથી તારા વિશે અપડેટ લેતી રહે છે. તું જેવી છે તેમાં જ ખુશ રહે. અમે બધા તને ખૂબ મિસ કરીએ છીએ. તારે મજબૂત બનવાની જરૂર છે. મને તને ઘરમાં સાદી છોકરી બનીને રહેતા જાેઈ છે. હું મજબૂત છું. તું મજબૂત છે અને આપણા ઘરમાં ત્રણ મજબૂત મહિલા છે.SSS