Western Times News

Gujarati News

બિગ બોસ OTT: દિવ્યા અગરવાલ નેહા ભસીનને ત્રાસદાયક ગણાવે છે!!

આપણે બધા જાણીએ છીએ કે બિગ બોસ ઓટીટીના હાઉસમાં નેહા અને દિવ્યા વચ્ચેના સંબંધો કેવા છે. આ છોકરીઓ એકબીજાને નીચે ઉતારી પાડવા માટે કોઈ કસર બાકી રાખતી નથી. તાજેતરની એક ઘટનામાં દિવ્યા અગરવાલ અને નેહા ભસીન ફરી એક વાર દલીલબાજી પર ઊતરી આવી હતી.

વાત સિંક પર ગંદી અંડરવેર દિવ્યાને નજરે પડી ત્યાંથી શરૂ થઈ અને આ ઓવર-ધ- ટોપ ડ્રામા સર્જાયો ત્યારે શમિતા પણ આસપાસમાં જ હતી. દિવ્યાએ શમિતાને પૂછ્યું કે આ કોની છે. આ પછી તેણે મુસ્કાનને બોલાવી, જેણે તે જોઈ અને કહ્યું કે અંડરવેર તેની નથી અને તે નેહાની હોઈ શકે એવો અનુમાન લગાવ્યો.

દરમિયાન નેહા આવી અને તે ઊંચકી લેતાં કહ્યું ધોવા માટે મૂકી હતી અને માફી માગી. દિવ્યાએ ટિપ્પણી કરતાં કહ્યું, નેહા બહુ જ ત્રાસદાયક છે. નેહાએ વળતો જવાબ આપતાં કહ્યું, મને દરેક બાબતો પર વધારાના અભિપ્રાયની જરૂર નથી. હાઉસમાં તમારું દરેક અસ્તિત્વ ત્રાસદાયક છે. બહુ વધુ પડતું થઈ રહ્યું છે.

મેં તો તે ફક્ત ધોવા માટે મૂકી હતી. તું ત્રાસદાયક મહિલા છે. તું જે પણ બોલે છે તે ત્રાસદાયક છે. મેં આ માટે માફી માગી હતી તો પછી તારે તેમાંથી મુદ્દો બનાવવાની શું જરૂર હતી? આ તો નાની વાત છે, કોઈ મોટી વાત નથી.

આ પછી તેણે જણાવ્યું કે તે મેડિકલ રૂમમાં હતી અને હમણાં જ પાછી આવી છે. આ તો ફક્ત અંડરવેર છે. તો, દિવ્યા અગરવાલે સામે જવાબ આપ્યો હશે એવું તમને લાગે છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.