બિગ બોસ OTT: શમિતા શેટ્ટીએ કાર અકસ્માતમાં બોયફ્રેન્ડને ગુમાવ્યો!
બિગ બોસ ઓટીટીના સ્પર્ધકમાંથી એક શમિતા શેટ્ટી શો પર તેના જીવનની મોટી ગોપનીયતા યાદ કરીને રીતસર રડી પડી હતી. તેની સાથી સ્પર્ધક નેહા ભસીન સાથે વાતો કરતી વખતે શમિતાએ કહ્યું કે તેનો બોયફ્રેન્ડ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. બંને શમિતા અને રાકેશના હાઉસમાં વર્તમાન સમીકરણ વિશે પણ બોલી હતી અને હાલમાં બંને વચ્ચે કેમ બનતું નથી તેના વિશે પણ વાતો કરી હતી.
તાજેતરમાં શમિતા અને રાકેશ વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડેલું જોવા મળ્યું છે અને બંને વારંવાર એકબીજા સાથે દલીલો કરેછે અને તેને લીધે તેમના ચાહકો ચિંતિત છે. શમિતા તેના ભૂતકાળના રિલેશન વિશે નેહાને વાત કરે છે અને રાકેશ સાથે તેના વર્તમાન સમીકરણ વિશે પણ તેની સાથે વાત કરે છે.
નેહા સાથે કાર અકસ્માત વિશે વાતો કરતી વખતે શમિતાની આંખોમાંથી પાણી વહી આવ્યાં હતાં. તેણે કહ્યું મારા જીવનમાં લાંબા સમય સુધી મેં કોઈને પ્રવેશ આપ્યો નથી. મને આઘાત લાગ્યા પછી પોતાને સાચવી લેવા માટે બહુ સમય લાગ્યો છે.
આ ચર્ચા સમયે નેહા ભસીને પણ બિગ બોસ ઓટીટી હાઉસમાં રાકેશ સાથે તેની સ્થિતિ વિશે શમિતાને કારણ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ દિવસમાં રાકેશ પણ છેલ્લા થોડા દિવસમાં શમિતા સાથે તેના સંબંધો પર ચર્ચા કરવા નેહા પાસે પહોંચી ગયો હતો.
દેખીતી રીતે જ અમે એકબીજાને ચાહીએ છીએ? તે બહુ વહાલો છે, પરંતુ અમુક વાર બહુ કન્ફ્યુઝ થાય છે, જેને લીધે હું વિચલિત થાઉં છું કારણ કે હું કન્ઝયુઝ નથી. હું નિર્ણય લઉં ત્યારે તેની પર અડગ રહું છું, એમ શમિતાએ નેહાને જણાવ્યું.
આશા છે કે શમિતા અને રાકેશ વચ્ચે વહેલી તકે ફરી સંબંધો સુધરે!