બિગ બોસ OTT: સલમાન કે કરણ પણ મારા વ્યુઝ પર પ્રભાવ નહીં પાડી શકે: દિવ્યા
બિગ બોસ ઓટીટીના પ્રથમ દિવસથી જ તે ચર્ચા જગાડી રહ્યો છે! ઘરેલુ કામો માટે સ્પર્ધકો વચ્ચે ઝઘડાથી લઈને અમુક ચોંકાવનારી વાતો ઉજાગર કરવા સુધી બિગ બોસ ઓટીટી દેખીતી રીતે જ ટોચ પર છે. સૌપ્રથમ સનડે કા વાર પણ ઓછો મેલોડ્રામેટિક નહોતો. Bigg Boss OTT Divya Agarwal says even Salman Khan or Karan Johar can’t influence her views
દર્શકોને રોમેટિક જોડી સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ સ્પર્ધકો સાથે વાર્તાલાપ કરતાં જોવા મળ્યાં હતાં અને બીજી બાજુ શમિતા શેટ્ટી અને દિવ્યા અગરવાલ આરંભમાં સારાં ફ્રેન્ડ્સ જણાતાં હતાં, પરંતુ હવે તેમની વચ્ચે ગરમાગરમ દલીલો થઈ રહી છે અને તેમને માટે મામલો વધુ ખાટો બની રહ્યો છે.
સિદનાઝ દ્વારા આપવામાં ટાસ્ક દરમિયાન શમિતા અને દિવ્યા વચ્ચે બિલાડીની જેમ લડાઈ ચાલુ રહી હતી. દિવ્યાએ બોલવાનું ચાલુ રાખ્યું હતું અને એક તબક્કે શમિતાએ તેને એવું કહીને રોકી કે તેની સાથે વાર્તાલાપ દરમિયાન કરણ જોહરે શેનો ઉલ્લેખ કર્યો તે બિલકુલ સમજાયો નહોતો.
આ સામે દિવ્યા કહે છે, મેં તે સમજ્યું નથી અને મને તેમાં કોઈ વાંધો નથી. મેરે કો કરણ જોહર આકે સમઝા નહિ સકતા યા સલમાન ખાન આકે સમઝા નહિ સકતા યા કોઈ ભી આકે સમઝા નહિ સકતા. શું દિવ્યા અગરવાલનું બરોબર છે એવું તમને લાગે છે? તમે કોની બાજુથી છો?
જોતા રહો બિગ બોસ ઓટીટી હાઉસનો મેલોડ્રામા 24×7 લાઈવ વૂટ પર, રોજ એપિસોડ સોમવારથી શનિવારે સાંજે 7 વાગ્યાથી અને રવિવારે રાત્રે 8 વાગ્યાથી સ્ટ્રીમ થાય છે.