બિચ્છુગેંગના ૧૨ સભ્યોની ગુજસીટોક હેઠળ ધરપકડ-અસલમ બોડિયો ભૂગર્ભમાં
વડોદરા શહેરમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો
વડોદરા, વડોદરા શહેરની માથાભારે ટોળકી બિચ્છુગેંગના ૧૨ સભ્યોની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનો પોલીસ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ્ ક્રાઈમ એક્ટ)ના કાયદા હેઠળ વડોદરા શહેરમાં આ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત બાર લોકોનીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ફત્તેગંજ વિસ્તારમાં વહેલી સવારે મોડ પર આવેલા ત્રણ શખ્શોએ ચાકુની અણીએ બે વ્યક્તિઓને લૂંટી લીધા હોવાનો ઘટના ફત્તેગંજ પોલીસ મથકમાં નોંધાઇ હતી.
પોલીસે આ ઘટનામાં પોલીસે બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહીં છે. આ તમામ અસલમ બોડિયાની બિચ્છુ ગેંગના સભ્યો હતો. આ ટોળકી દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લુંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે.
અચાનક ફરીથી સક્રિય થયેલી અસલમ બોડીયાની ગેંગ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને અત્યાર સુધી બાર લોકોની ધરપકડ કરી છે. જાે કે, ટોળકીનો મૂખ્ય સૂત્રધાર અસલમ બોડિયો ફરાર થઇ ગયો છે. નવાપુરા વિસ્તારમાં રહેતો અસલમ હૈદર મિયા શેખ ઉર્ફે બોડિયાને જે તે સમયે વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો હોવાની વિગતો મળતાં પોલીસે નાકાબંધી કરી હતી.
પોલીસને જાેતાં જ અસલમ બોડિયો કાર લઇ વડોદરા હાલોલ હાઈવે પર જરોદ ગામ તરફ ભાગી છૂટ્યો હતો. તે સમયે પોલીસે અસલમનો પીછો કરતા તે સાવલી તરફ જવાના માર્ગે ભાગ્યો હતો, પરંતુ ફાટક બંધ હોવાથી યુ ટનૅ મારી ફરી જરોદ તરફ ભાગ્યો હતો.પોલીસને જાેતા તે ડિવાઇડર કુદાવી ઉમેટા તરફ ગયો હતો અને ત્યાંથી પરત ગોલ્ડન ચોકડી તરફ આવતાં નાકાબંધી જાેઈ કારમાંથી ઉતરીને ભાગવા જતા પકડાઈ ગયો હતો. આ કિસ્સામાં લગભગ ૧૦૦ કિલોમીટરની રેસ બાદ અસલમ ઝડપાઈ ગયો હતો.