બિજનૌરમાં જાન મોડી પહોંચતા જાનૈયાઓને ઢોર માર માર્યો
(એજન્સી) બિજનૌર, ઉત્તર પ્રદેશના બિજનૌર જીલ્લાના નંગલજાટ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે જાન આવવામાં મોડુ થઈસ ગયુ અને કન્યાપક્ષે જાનૈયાઓને ઓરંડામાં બંધ કરી અર્ધનંગા કરી ખરાબ રીતે માર માર્યો હતો. આ સાથે તેઓએ કન્યાને ભેટ તરીકે આપવામાં આવેલી રકમ અને ઝવેરાત પણ જપ્ત કરી લીધા હતા.
પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને જાનૈયાઓને બચાવી લીધા હતા. હકીકતમાં ધામપુરના વતની યુવકે લગભગ બે મહિના પહેલા મુખ્યમંત્રી સામુહિક લગ્ન યોજના અંતર્ગત બિજનૌરના વિસ્તારમાં નેગલજાટ ગામની યુવતિ સાથે લગ્ન કર્યા હતા. સ્થાનિક લોકોના કહ્યા અનુસાર પરિણીત મહિલાએ માંગણી કરી હતી કે તેના સાસરીયાઓએ ફરીથી સામાજીક રીતે લગ્નની બે રસમો પૂરી કરવાની માંગ કરી હતી.
બે દિવસ પહેલાં બપોરે નંગલજાટમાં જાન નીકળવાની હતી પરંતુ મોડી સાંજે જાન આવી હતી. જાન મોડી પડતા બંન્ને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. વરરાજનો આક્ષેપ છે કે દુલ્હન પક્ષે વરરાજા, તેના પરિવારના સભ્યો અને કેટલાંક જાનૈયાઓને ઓરડામાં પુરી દીધા હતા અને તેમને અર્ધનગ્ન કરી માર માર્યો હતો.
વરરાજાના પક્ષે વધુ પક્ષ ઉપર ૮૦,૦૦૦ રૂપિયાના ઘરેણા અને કન્યાને ભેટ તરીકેના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો. દુલ્હને વરરાજા સાથે જવાની ના પાડી દીધી હતી. આ દરમ્યાન કેટલાંક જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા. અને પોલીસને જાણ કરી હતી.