Western Times News

Gujarati News

બિઝનેસ લોન લેનારા લોકો બેંક વિરુદ્ધ ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકેઃ સુપ્રીમ

(એજન્સી)નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે, જે સંસ્થાઓએ લાભ કમાવવા માટે બેન્કોમાંથી બિઝનેસ લોન લીધી છે, તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ અંતર્ગત ગ્રાહક તરીકે બેન્ક વિરુદ્ધ કન્ઝ્યૂમર ફોરમમાં જઈ શકે નહીં. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા વિરુદ્ધ એડ બ્યૂરો એડવરટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના વિવાદની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેન્કમાંથી બિઝનેસ લોન લેનારી સંસ્થા ગ્રાહક નહીં પણ લાભાર્થી કહેવાશે અને તે ગ્રાહક કહેવાશે નહીં.

એટલા માટે આવી સંસ્થાઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ અંતર્ગત કન્ઝ્યૂમર ફોરમમાં જઈ શકે નહીં. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ પ્રાશંત કુમાર મિશ્રાની પીઠે કહ્યું કે, અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે, આ મામલામાં પ્રતિવાદી એડ બ્યૂરો એડવરટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડને ગ્રાહક કહી શકાય નહીં. કારણ કે તેણે બેન્કમાંથી પ્રોજેક્ટ લોન લઈને લાભ લીદો છે અને તેની ગતિવિધિઓ આ લેવડ દેવડમાં લાભ કમાવાની રહી છે. કોર્ટે કહ્યું કે, વાસ્તવિક રીતે આ પ્રોજેક્ટ લોન દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય કોચાઈદયાં ફિલ્મને સફળ પોસ્ટ પ્રોડક્શન પર લાભ કમાવાનો હતો.

હકીકતમાં જોઈએ તો ૨૦૧૪માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયાએ એડ બ્યૂરો એડવરટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડને ૧૦ કરોડ રુપિયાની પ્રોજેક્ટ લોન આપી હતી. આ લોન ખ્યાતનામ અભિનેતા રજિકાંત અભિનયવાળી ફિલ્મ કોચાઈદયાના પોસ્ટ પ્રોડક્શન માટે હતી. જેના બદલામાં એક સંપત્તિને ગિરવે રાખવામાં આવી હતી. બાદમાં કંપની સમય પર લોન ચુકવી શકી નહીં, તેના કારણે બેન્કે ૨૦૧૫માં કંપનીના લોન ખાતાને NPA ઘોષિત કરી દીધું. ત્યારબાદ બેંકે સિક્્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાÂન્શયલ એસેટ્‌સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ અને રિકવરી ઓફ ડેટ્‌સ ડ્યુ ટુ બેંક્સ એન્ડ ફાઇનાÂન્શયલ ઇÂન્સ્ટટ્યુશન્સ એક્ટ હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી અને આખરે કંપની સાથે રૂ. ૩.૫૬ કરોડનું એક વખતનું સમાધાન થયું.

આ સમાધાન બાદ, બેન્કે ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઈંડિયા લિમિટેડને મેસર્સ એડ બ્યૂરોને ખોટી રીતે ડિફોલ્ટર તરીકે રિપોર્ટ કર્યું, જેનાથી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું અને નાણાકીય નુકસાન પણ થયું. આ કારણે, કંપની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથેની જાહેરાત ટેન્ડર હારી ગઈ કારણ કે કંપની ડિફોલ્ટર હોવાથી બેંક ગેરંટી રજૂ કરી શકી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.