બિટકોઈન ફ્યૂચરમાં 7 યુવાનોએ ૨ કલાકમાં ૩ કરોડ ગુમાવ્યા

સ્પોટમાં રોકાણકર્તાઓને નુકસાન નહીં, ૨૪ કલાકમાં જ બિટકોઈનના ભાવ તળિયે
મહેસાણા, એક સમયે ૬૬,૦૦૦ ડોલરે પહોંચેલા બિટકોઈનના ભાવ તૂટીને ૪૭,૦૦૦ ડોલરની નીચી સપાટીએ આવી ગયા છે. શનિવારે સવારે ૪૭,૦૦૦ ડોલરની આસપાસ બોલાતા રહ્યા હતા. બિટકોઈનના ફ્યુચરમાં રોકાણ કરનાર મહેસાણાના ૭ યુવાનોના એક ગ્રુપે ૨૪ કલાકમાં જ રૂ.૩ કરોડ ગુમાવ્યા છે
અને બિટકોઈનના રેટમાં અફરાતફરી મચતાં રોકાણકારોએ હજુ વધુ નાણાં નહી નાંખવા પડે તેવા સંજાેગો ઉભા થયા છે. નાણાં ગુમાવવાનો વારો બિટકોઈનના ફ્યુચરમાં રોકાણકારોનો આવ્યો છે.
જાેકે, સ્પોટમાં રોકાણ કરનારને નુકસાનની ભીતિ નથી. બિટકોઈન એથરેમ, સીબા, બીએનવી, એડીએ, માના, સેન્ડ ગાબા સહિતમાં રોકાણકારોમાં મોટેભાગે યુવાધનનો સમાવેશ થાય છે. રાતોરાત લખપતિ બનવાની લાલચમાં યુવાનોના એક જૂથે માત્ર ૨૪ કલાકમાં જ રૂપિયા ૩ કરોડ ગુમાવી દીધા છે.
બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારમાં પુખ્ત વયના પ્રૌઢોની સંખ્યા જૂજ છે. જ્યારે યુવાનો જ આવાં રોકાણ કરવાના રવાડે ચઢ્યા છે. એક સમયે બિટકોઈનના ભાવ ૬૬ હજાર ડોલરની ટોચે હતા. આ ભાવ તૂટ્યા હતા અને ૫૪,૦૦૦એ અટક્યા હતા. ત્યારબાદ ૩ હજાર ડોલર ભાવ ઊંચકાયો હતો અને ૫૭,૦૦૦ ડોલરે પહોંચ્યો હતો.
ત્યારબાદ એકાએક ભાવ તળિયે પહોંચ્યા હતા અને ૪૨,૩૦૦ ડોલરના તળિયે આવ્યા હતા. જાેકે, શનિવારે બપોર સુધીમાં ૪,૬૦૦ ડોલરનું ગાબડું પુરાયું હતું અને ભાવ ૪૭,૦૦૦ ડોલરે પહોંચ્યો હતો. તેમ છતાં પણ મહેસાણાના સાત યુવાનોના એક જૂથે માત્ર ૨૪ કલાકમાં ૩ કરોડ ગુમાવ્યા હતા.