Western Times News

Gujarati News

બિટ્ટા કરાટેનો કેસ ૩૧ વર્ષ પછી કોર્ટમાં ફરીથી ખોલાયો

નવી દિલ્હી, કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બાદ બિટ્ટા કરાટે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ૧૯૯૦માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરનાર ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેના કેસની ફાઈલ ફરીથી ખોલવામાં આવી છે.

આતંકી બિટ્ટા કરાટેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે ૨૦થી વધારે કાશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી બિટ્ટા કરાટેએ સૌથી પહેલાં સતીશ ટિક્કુની હત્યા કરી હતી. સતીશ ટિક્કુ તેનો ખાસ મિત્ર હતો, પણ પાકિસ્તાન સમર્થક લોકોનાં સંપર્કમાં રહ્યા બાદ બિટ્ટાએ ત્યાં સુધી કહી દીધું હતું કે, કાશ્મીરની આઝાદી માટે તે પોતાની માતા અને ભાઈનું ગળું પણ કાપી દેતો.

હવે સતીશ ટિક્કુના પરિવારે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ફરીથી તેના પર સુાનવણી માટે તૈયાર પણ થઈ ગઈ છે. સતીશ ટિક્કુના પરિવારની અરજી પર શ્રીનગરની કોર્ટ આજે સુનાવણી કરશે. બિટ્ટાનું અસલી નામ ફારૂકૃ અહેમદ ડાર છે.

તેના પર આરોપ છે કે, તેણે ૩૧ વર્ષ પહેલાં સતીશ ટિક્કુની હત્યા કરી અને પછી અનેક કાશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેણે ટીવી પર અનેક હત્યાઓની વાત કબૂલી હતી. બિટ્ટા કરાટે ૧૯૮૭-૮૮માં એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો.

આ એ સમય હતો કે, જ્યારે પાકિસ્તાને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે યુવાનોને ગુમરાહ કરવાનું શરૂ કરી દીધું હતું. કાશ્મીરની આઝાદીના નામ પર આ યુવકોના હાથમાં હથિયાર આપી દેવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, બિટ્ટા અને તેની સાથે પાકિસ્તાન જઈને ટ્રેનિંગ લેનાર કાશ્મીર યુવકોની આ પ્રથમ બેચ હતી.બિટ્ટા કરાટેને કાશ્મીરી પંડિતોનો કસાઈ પણ કહેવામાં આવે છે.

બાદમાં બિટ્ટાએ રાજનીતિમાં પ્રવેશી ગયો હતો અને શાંતિની વાતો કરવા લાગ્યો હતો. કાશ્મીર ઘાટીમાં હથિયાર ઉઠાવનારાઓની શરૂઆત કરનારાઓનાં લિસ્ટમાં બિટ્ટાનું નામ આવે છે. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો ભાગ બન્યા બાદ બિટ્ટા કરાટેએ કાશ્મીરી પંડિતોની લોહીની નદીઓ વહેવડાવી હતી. તેણે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં જઈને ટ્રેનિંગ લીધી હતી.

૧૯૯૦માં જ્યારે પંડિતોનું સ્થળાંતર શરૂ થયું તો તેના પાછળ બિટ્ટાનો ખૌફ મોટું કારણ હતો. તેણે કેમેરા પર કબૂલ્યું હતું કે, તેણે કાશ્મીરી પંડિતોની હત્યા કરી અને તેને આમ કરવા માટે ટોપ કમાન્ડર્સ તરફથી ઓર્ડર મળ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.