બિડેનનું ચીન પ્રત્યે નરમ વલણ ભારત માટે યોગ્ય નહીં હોય

બિડેનને ખરીદી શકાય એમ હોવાનું જાણતા ચીન જ નહીં યુક્રેઈન-રશિયાનું ઉદ્યોગ જગત તેમની પડખે હોવાનો દાવો
ન્યૂયોર્ક, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રે ચૂંટણી પ્રચાર કરતાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન પર નિશાન સાધીને કહ્યું છે કે ભારત માટે તેઓ યોગ્ય સાબિત નહીં થાય કારણ કે, તેઓ ચીન તરફ નરમ વલણ રાખી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પોતાના ૭૪ વર્ષના પિતા માટે પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. અમેરિકામાં ૩ નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થશે. લોંગ ઔઆઇલેન્ડ ખાતે ભારતીય- અમેરિકી સમુદાયના સભ્યોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, ‘આપણે ચીન તરફના ખતરાને સમજવો પડશે અને આ ખતરાને ભારતીય-અમેરિકી સમુદાયથી બહેતર કોઈ જાણી શકે નહીં.
પોતાના પુસ્તક ‘લિબરલ પ્રિવિલેજ’ની સફળતાના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે આ વાત કરી હતી.
આ પુસ્તકમાં જો બિડેનના પરિવાર અને તેમના પુત્ર હંટર બિડેન વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપનો ઉલ્લેખ છે. ટ્રમ્પ જુનિયરે આક્ષેપ કર્યા હતા કે માત્ર ચીનનું ઉદ્યોગજગત જ નહીં પણ યુક્રેઇન અને રશિયાનું ઉદ્યોગ જગત પણ જો બિડેનની પડખે છે કારણ કે, તેઓ જાણે છે કે બિડેનને ખરીદી શકાય તેમ છે.
તેમણે કહ્યું કે, પ્રમુખપદની દોડમાં ઊતરેલા હરીફ ઉમેદવારો પર નજર નાખશો તો તમે સમજી શકશો કે ચીને હંટર જો બિડેનને ૧.૫ અબજ ડોલર શા માટે આપ્યા? એટલા માટે આપ્યા કે તેઓ સારા ઉદ્યોગપતિ છે ? કે પછી ચીન જાણે છે કે તેને ખરીદી શકાય તેમ છે? ચીન પ્રતિનું જો બિડેનનું વલણ નરમ હશે એ સમજીને નાણાં આપ્યા ? ન્યૂયોર્ક ટાઇમ્સમાં તાજેતરમાં જ જો બિડન પરિવારના ભ્રષ્ટાચાર અંગે આવેલા અહેવાલો તરફ આંગણી ચીંધીને તેમણે કહ્યું હતું કે આ કારણસર જો બિડેન ભારત માટે યોગ્ય નથી.SSS