બિડેને લાઈવ ટીવી ઉપર કોરોના વેક્સિનનો ડોઝ લીધો
વોશિંગ્ટન: યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડનને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. ૭૮ વર્ષીય જાે બાઇડનને હાલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બાઇડન કોરોનાના હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. જાે બાઇડનને ફાઇઝર દ્વારા વિકસિત કરવામાં આવેલી કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે ફાઇઝરની કોરોના રસીને યુએસમાં સત્તાવાર મંજૂરી મળી છે. અમેરિકન લોકોમાં આત્મવિશ્વાસ લાવવા માટે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડને લાઇવ ટીવી પર કોરોના રસીનો ડોઝ લીધો હતો.
રસીનો ડોઝ લેતી વખતે બાઇડને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. આવી સ્થિતિમાં, જાે બાઇડને અમેરિકન લોકોને કોરોના રસી લગડાવવાની અપીલ કરી. કોરોના રસી આવતા મહિનામાં એટલે કે જાન્યુઆરીથી યુ.એસ. માં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે. ડેલાવેયરના ક્રિસ્ટિયાનાકેર હોસ્પિટલમાં એક નર્સે સોમવાર બપોરે ફાઈઝર અને વાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનનો પ્રથમ ડોઝ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઈડેનને આપ્યો.
બાઈડેને જનતામાં આત્મવિશ્વાસ ઉજાગર કરવાના ઉદેશ્યથી કોરોના વેક્સિનનો ડોઝ લાઈવ ટિવી પર લીધો. તે દરમિયાન બાઈડેને કહ્યું, ચિંતાની કોઈ વાત નથી. વેક્સિન હવે ઉપલબ્ધ છે અને હું તમને બધાને વેક્સિન લેવાનો આગ્રહ કરું છું. અમેરિકામાં જાન્યુઆરીથી કોરોના વેક્સિન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે. બાઈડેને આ સંબંધમાં એક ટ્વીટ પણ કર્યું છે. તેમણે લખ્યું છે કે, કોરોના મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાએ જે અથક પરિશ્રમ કર્યો છે. તેને અમે ક્યારે ભૂલીશું નહીં.
અમે બધા માટે આભારી છે. રસિકરણને લાઈવ દેખાળ્યા બાદ તેમણે કહ્યું કે અમેરિકાના લોકોમાં વિશ્વાસ ઉજાગર કરવા માટે આ કરવામાં આવ્યું હતું. બાઈડેને કહ્યું કે, અમે જનતાને આ જણાવવા માંગીએ છે કે, વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને હવે ડરવાની કોઈ વાત નથી.