બિડેને વિમાન પર ચઢતા ત્રણ વાર પગથિયાં પર ખાધુ લથડિયુ
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાષ્ટ્રપતિ બિડેન વિમાનમાં ચડતી વખતે ત્રણ વખત લથડિયું ખાતા નજરે પડ્યા છે. જાે કે, તેમણે પોતાને સાંભળી લીધા હતા અને તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. આ પછી, તેમના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો ઉભા થવા લાગ્યા. આના પર, વ્હાઇટ હાઉસે બિડેનને લડખડાવવા માટે હવાને જવાબદાર ગણાવી હતી.
રાષ્ટ્રપતિ જાે બિડેન શુક્રવારે એટલાન્ટાની મુલાકાતે હતા, જ્યાં તેઓ એશિયન-અમેરિકન સમુદાયના નેતાઓ સાથે મળવાના હતા. જ્યારે તે એટલાન્ટા જવા માટે એર ફોર્સ વન વિમાનની સીડી ઉપર ચઢી રહ્યા હતા, ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તેઓ સીડી પર લથડિયું ખાઈ ગયા હતા.
આ ઘટનામાં તેઓ એક નહીં પણ ત્રણ વખત લથડિયું ખાઈ ગયા હતા. તેથી, તેમના સ્વાસ્થ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે બિડેન વિમાનની સીડી પર ત્રણ વખત નીચે પડતા પડતા રહી ગયા હતા. તેઓ બે વાર પગથિયું ચૂકી ગયા હતા અને એકવાર તો પગથિયા પર જ પડી ગયા હતા. ત્યારબાદ માંડ ઉભા થઈને સલામી આપી હતી.આ વિડિઓ અત્યાર સુધી ઘણી વાર જાેવાઈ ચુક્યો છે અને લોકો રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ બિડેનના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવવાના મુદ્દે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે કહ્યું, “પ્રમુખ ૧૦૦ ટકા સ્વસ્થ છે.” તેઓ સંપૂર્ણ રીતે ફીટ છે. તેમણે કહ્યું કે સીડી પર ચડતી વખતે પવનનો પ્રવાહ ખૂબ જ ઝડપથી હતો. કદાચ તેથી જ ૭૮-વર્ષીય જાે બિડેનનું સંતુલન બગડ્યું.