બિડેન ચીન માટે કામ કરે છે અમેરિકીઓને ખતરામાં નાખશે: ટ્રંપ
વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મિશિગન અને વિસ્કોન્સિનમાં પોતાની ચુંટણી રેલીઓમાં પોતાના હરીફ બિડેન ઉપરાંત ડાબેરી પર ભારે પ્રહારો કર્યા હતાં. રાષ્ટ્રપતિ ટ્રંપે દાવો કર્યો કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બિડેન ચીન માટે કામ કરે છે અને તે અમેરિકી લોકોને ખતરામાં નાખશે જયારે મેં ચીનની વિરૂધ્ધ અત્યાર સુધી સખ્ત કાર્યવાહી કરી છે. ચુંટણીના હિસાબથી બંન્ને જ રાજય ટ્રંપ માટે મહત્વના છે કારણ કે ૨૦૧૬માં થયેલ ચુંટણીમાં આ બે રાજયોએ ટ્રપની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
મિશિગનના મસકેગનમાં ચુંટણી રેલીમાં ટ્રંપે કહ્યું કે રાષ્ટ્રપતિ ચુંટણીમાં જાે બિડેન જીતે તો ચીન અમેરિકાને જીતી લશે મેં જેટલા કામ ૪૭ મહીનામાં કર્યું તેટલું બિડેન ૪૭ વર્ષમાં કરી શકશે નહીં. બિડેન ચુંટણીમાં અતિ વામ એજન્ડાને આગળ વધારી રહ્યાં છે તેમની યોજના સામાજિક સુરક્ષાને બરબાદ કરવાની છે.
ટ્રંપે વામપક્ષ પર જીવવાના અમેરકી પધ્ધિને તબાહ કરવાનો દેશના ઇતિહાસને મિટાવવાનો અને અમેરીકી મૂલ્યોને ત્યાગવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે ઉદારવાદીઓનું એ નૈતિક કર્તવ્ય છે કે તે રિપબ્લિકન પાર્ટીમાં સામેલ હોય.
કોરોના વાયરસને લઇ ટ્રંપે ફરીથી ચીન પર નિશાન સાધ્યું અને તેને ચીની વાયરસ ગણાવ્યો તે પહેલા પણ આ મહામારી માટે ચીનની ટીકા કરતા રહ્યાં છે ટ્રંપે દાવો કર્યો કે અમેરિકામાં કોરોનાથી થનારા મૃત્યુનો આંકડો ૨૨ લાખ સુધી પહોંચી શકે છે પરંતુ તેમની સરકારે લાખો લોકોની જીવ બચાવ્યો છે.
મિશિગન રેલીમાં ટ્રંપ સમર્થક કોરોના મહામારીથી બેફિકર જાેવા મળ્યા આ દરમિયાન સોેશલ ડિસ્ટેંસિગની ભારે ઉપેક્ષા કરવામાં આવી મોટાભાગના સમર્થકોએ માસ્ક લગાવ્યું ન હતું ટ્રંપ પર કોરોના મહામારીને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ શરૂથી જ લાગતો રહ્યો છે તે માસ્ક પહેરવાને લઇને પણ મજાક ઉડાવતા રહ્યાં છે.HS