બિડેન ભારત વિરોધી છે,ચીન સાથે ધનિષ્ઠ સંબંધ છે: જુનિયર ટ્રંપ
ન્યુયોર્ક, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીનો પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે આ ચુંટણી અભિયાનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પુત્ર જુનિયર ટ્રંપ પણ પોતાના પિતાના પક્ષમાં ઉતરી આવ્યા છે.તેમણે એક બિન ચુંટણી રેલીમાં ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ડેમોક્રેટિક ઉમેદવાર ડો બિડેન ભારત વિરોધી છે.જુનિયર ટ્રંપે કહ્યું કે ડેમોક્રેટિક ઉમેદવારને ચીન સાથે ધનિષ્ઠ સંબંધ છે.બિડેનની ચીન પ્રત્યે દિલચસ્પી ભારતના હિતમાં નથી જુનિયર ટ્રંપે કહ્યું કે આપણે ચીનના ખતરાને સમજવુ પડશે તેમણે આ વાતો પોતાના પુસ્તક બિલરલ પ્રિવેલેજની સફળતાની ઉજવણી મનાવતી વખતે કહી પોતાના પુસ્તકમાં તેમણે ૭૭ વર્ષીય બિડેનના પરિવાર પર વિષે રીતે તેમના પુત્ર હંટર બિડેનની વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આરોપનો ઉલ્લેખ કર્યો છે.
જુનિયર ટ્રંપે કહ્યું કે લોેકતાંત્રિક વિચારધારા વાળા કે સ્વતંત્ર કારોબારી લોકો માટે બિડેન સારા ઉમેદવાર સાબિત થઇ શકે તેમ નથી આ દરમિયાન તેમણે ભારતીય અમેરિકીઓની ભારે પ્રશંસા કરી કહ્યું કે ભારતીય સમુદાયને ખુબ સારી રીતે સમજુ છું.ભારતીય સમુદાય શિક્ષા ઉન્મુખ છે તે સખ્ત મહેનત કરી રહ્યાં છે તેમણે કહ્યું કે છ મહીનાથી ડેમોક્રેટ્સ ભારતના હિતોની ઉપેક્ષા કરી રહ્યું છે. પોતાની ટીપ્પણીમાં જુનિયર ટ્રંપે પોતાની ભારત યાત્રાની યાદોને પણ તાજી કરી હતી.
તેમણે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં મારા પિતા ડોનાલ્ડ ટ્રંપની સાથે ગુજરાતના અમદાવાદમાં ગયો હતો જયાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પિતા ડોનાલ્ડ ટ્રંપની મુલાકાત ઉત્સાહજનક હતી હું વિચારતો હતો કે અમેરિકામાં ટ્રંપની રેલી ખુબ મોટી હોય છે પરંતુ અમદાવાદની રેલી કદાચ અત્યાર સુધીની સૌથી મોટી રેલી હતી. આ રેલીમાં લોકોનો ઉત્સાહ ગજબનો હતો તેમાં અપાર ભીડ હતી.HS