બિનઉપયોગી પતંગની દોરીના ગુચ્છાઓ ભેગા કરી શાળાને અર્પણ કર્યા

સ્કૂલના વિદ્યાર્થીઓનું અનોખું અભિયાન : ઉત્તરાયણ બાદ પતંગની દોરી વીજ વાયરો અને રોડ ઉપર લટકતા હોવાના કારણે અબોલ પક્ષીઓ સાથે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પતંગની દોરી ના ગુચ્છાઓ એકત્રિત કરવાનું અભિયાન કરાયું હતું : શાળા આચાર્ય વિજયસિંહ સિંધા.
ભરૂચ:જૂના ભરૂચ માં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ઉત્તરાયણ બાદ લોકો અને પક્ષીઓની સુરક્ષાને લઈ જાહેર માર્ગો ઉપર તથા વાયરો ઉપર લટકતી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી શાળાને અર્પણ કરી અનોખી રીતે માનવતાના દર્શન કરાવ્યા હતા.
ભરૂચ ની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે.ત્યારે ઉત્તરાયણ ના પર્વમાં પતંગ ની દોરી થી આકાશ માં ઉડતા અનેક પક્ષીઓ ભોગ બનતા હોય છે અને ઉત્તરાયણ માં લોકો પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વ ની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કર્યા બાદ પતંગ દોરી ના ગુચ્છા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને આવા બિન ઉપયોગી પતંગ ની દોરી ના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બનતા હોય છે અને મોતને પણ ભેટતા હોય છે.
તો આવી દોરીના ગુચ્છા જાહેર માર્ગો પર ની સ્ટ્રીટ લાઈટ ના વીજ વાયર પર લટકતી દોરી ના કારણે કેટલાક વાહનચાલકો અને રાહદારીઓના ગળા માં ભરાઈ જવાના કારણે પણ અકસ્માત નો ભય રહેતો હોય છે.ત્યારે જુના ભરૂચ માં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએ પોતાના વિસ્તારોમાં રહેલા આવા પતંગ ની દોરીઓના ગુચ્છાઓનો જથ્થો એકત્રિત કરી અનોખું અભિયાન હાથધર્યું હતું સરાહનીય કાર્ય કહી શકાય.તો અન્ય શાળાઓ માટે આ એક પ્રેરણારૂપ બાબત કહી શકાય.