બિનજરૂરી અફવાઓ માટે કોઈ જગ્યા નથી: અર્જુન કપૂર
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. હવે અચાનક બંનેના બ્રેક અપના સમાચાર સામે આવતા ફેન્સ પણ ચોંકી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને એક બીજા સાથે વાતચીત કરતા નથી અને બધુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું નથી. આવામાં અર્જુન કપૂરે સોશિયલ મીડિયાનો સહારો લઈને આ અફવાની બોલતી બંધ કરી દીધી છે.
અર્જુન કપૂરે એક વાર ફરી મલાઈકા અરોરા પ્રત્યે પોતાના પ્રેમને જાહેર કરતા એક રોમાન્ટિક તસવીર શરે કરી છે. બ્લેક એન્ડ વ્હાઈટ આ ફોટોમાં બંને મિરરની સામે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. આ તસવીરની સાથે અર્જુન કપૂરે એ પણ લખી નાખ્યું કે જે તેઓના ફેન્સ હાલ તેની પાસેથી સાંભળવા માગી રહ્યા છે.
અર્જુન કપૂરે લખ્યું કે, આવી બિનજરૂરી અફવાઓ માટે કોઈ જગ્યા નથી. સુરક્ષિત રહો અને તમારા પર ભગવાનનો આશીર્વાદ રહે. તમારા બધા માટે શુભેચ્છાઓ. લવ યૂ બધાને. અર્જુન કપૂરની આ પોસ્ટ પર ઈન્ડસ્ટ્રી ફેન્સે પણ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. એટલું જ નહીં મલાઈકાએ પણ આ પોસ્ટ પર હાર્ડ ઈમોજી પોસ્ટ કર્યા છે.
તારા સુતરિયા, ભૂમિ પેડનેકર, સોનલ ચૌહાણ, સોફી ચૌધરી, આતિયા શેટ્ટી જેવી અનેક સેલિબ્રિટીસે અર્જુન કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. મહત્વનું છે કે, ઓનલાઈન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંને વચ્ચે હાલ બધુ બરાબર ચાલી રહ્યું નથી. આટલું જ નહીં બંને વચ્ચે વાતચીત બંધ છે અને એકબીજાને એક અઠવાડિયાથી મળ્યા પણ નથી.
આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બંનેનું બ્રેક અપ થઈ ગયું છે અને એના દુઃખમાં મલાઈકા છેલ્લાં છ દિવસથી પોતાના ઘરની બહાર નીકળી નથી. બીજી તરફ, અર્જુન કપૂરની બહેન અંશુલા કોરોના સંક્રમિત થઈ છે. કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેએ પોતાને આઈસોલેટ કરી દીધા હતા.SSS