બિન જવાબદાર લોકોને કારણે ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે દેશમાં હવે દિવસના સરેરાશ ૬૦ હજારથી વધુના નવા કેસ સામે આવી રહ્યાં છે તેના કુલ આંકડા વધીને ૩૧ લાખથી આગળ પહોંચી ચુકયા છે. સાથો સાથ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યાં છે પરંતુ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો કેમ આટલી ઝડપથી વધી રહ્યાં છે તેનું કારણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમએર)એ જણાવ્યું છે.
આઇસીએમઆરના મહાનિદેશક બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કેટલાક બિન જવાબદાર લોકોના માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખતા ભારતમાં કોરોના વાયરસની મહામારી વધી રહી છે . તેમણે એમ પણ કહ્યું કે આઇએસીએમઆરએ બીજાે રાષ્ટ્રીય સીરો સર્વે શરૂ કર્યો છે જે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી પુરી કરવામાં આવશે તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે હું એમ નહીં કહીશ કે યુવાન કે વૃધ્ધ આવું કરી રહ્યાં છે હું કહું છું કે બિન જવાબદાર એવા જાગૃત લોકો માસ્ક નથી પહેરતા અને સામાજિક અંતરનું પાલન નથી કરી રહ્યાં જેના કારણે ભારતમાં મહામારી વધી રહી છે.
તેમણે કહ્યું કે અગાઉના રાષ્ટ્રીય સીરો સર્વેનો રિપોર્ટની બે વાર સમીક્ષા કરવામાં આવી છે અને આ સપ્તાહના અંતમાં ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવી શકે છે.
બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ ૧૯ની તપાસમાં ઘણો વધારો કરવા છતાંય સંક્રમિત થવાના દરમાં સતત ઘટાડો આવ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલયે એ સાથે નોંધ્યુ છે કે એકિટવ કેસોમાં પહેલીવાર ૨૪ કલાકમાં ૬,૪૨૩નો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ ૧૯ની તપાસ હાલમાં વધીને પ્રતિ દિવસ પ્રતિ ૧૦ લાખ થઇ ચુકયા છે જે ઓગષ્ટે પ્રતિ દિવસ ૧૦ લાખ પર ૩૬૩ તપાસ કરી હતી ભાર્ગવે કહ્યું કે ભારતમાં અમારી પાસે ૧,૫૨૪ કોવિડ તપાસ પ્રયોગશાળાઓ છે અને ૨૫ ઓગષ્ટ ૨૦૨૦ સુધી ૩,૬૮,૨૭,૫૨૦ તપાસ કરવામાં આવી ચુકી છે.HS